ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : આ બેઠક પર ઓબીસી અનામત અને પાટીદાર અસંતોષ ચિત્ર બદલી શકે છે - જીગ્નેશ સેવકની બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો લૂણાવાડા વિધાનસભા બેઠક ( Lunavada Assembly Seat) વિશે.

Gujarat Assembly Election 2022 : આ બેઠક પર ઓબીસી અનામત અને પાટીદાર અસંતોષ ચિત્ર બદલી શકે છે

author img

By

Published : Jul 16, 2022, 6:01 AM IST

લૂણાવાડા- ગુજરાત વિધાનસભા 2022ની (Gujarat Assembly Election 2022) 182 બેઠકોની ચૂંટણી ચાલુ વર્ષના અંતે યોજાવાની છે. જેમાં મહીસાગર જિલ્લાની 03 બેઠકોમાં લૂણાવાડા ( Lunavada Assembly Seat), સંતરામપુર અને બાલાસિનોર બેઠકનો સમાવેશ થાય છે. મહીસાગર જિલ્લાના લૂણાવાડા તાલુકાના આગરવાડા, ધામોદ, પાનમ પાલ્લા, પટ્ટણ, ઢેસીયા, કડાછલા, લકડી પોરડા, રાજગઢ, વીરણીયા વગેરે થઈને કુલ 236 જેટલા નાના મોટા ગામોનો સમાવેશ થાય છે.

મતદારોની સંખ્યામાં વધારો નોંધાશે
મતદારોની સંખ્યામાં વધારો નોંધાશે

લૂણાવાડા વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી - મહીસાગર જિલ્લાની લુણાવાડા વિધાનસભા બેઠકનો ( Lunavada Assembly Seat)મત વિસ્તાર 2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસનો ગઢ રહ્યો હતો. લૂણાવાડા વિધાનસભા બેઠકમાં સૌથી વધારે OBCના 35 ટકા મતદારો જ્યારે બીજા નંબર પર 20 ટકા પાટીદાર મતદારો છે. તેમજ આ બેઠક જાતિવાદ આધારિત બેઠક નથી. લૂણાવાડા વિધાનસભા બેઠકમાં કુલ 236 જેટલા નાના મોટા ગામોનો સમાવેશ થાય છે. અહીંના લોકો મુખ્યત્વે ખેતમજૂરી અને પશુપાલનના ધંધા પર નિર્ભર છે. આ વિસ્તારમાં ઔધોગિક વસાહત ન હોવાથી લોકો રોજગારી મેળવવા રાજ્યના અનેક ગામોમાં સ્થળાંતર કરે છે. આ વિસ્તાર મહીસાગર જિલ્લાનો આદિવાસી વિસ્તાર છે. આદિવાસીઓ મહુડાના ફૂલ વીણી રોજગારી મેળવે છે. આ બેઠકમાં મોટાપાયે ગરીબ અને મધ્યમ વર્ગનો સમાવેશ થાય છે. અહીંની વસતીમાં આદિવાસી, વૈષ્ણવ વાણીયા, બ્રાહ્મણ, મુસ્લિમ, પાટીદાર, માલધારી-ભરવાડ વગેરે જોવા મળે છે.લૂણાવાડા 122 વિધાનસભા બેઠક પર હાલની સ્થિતિમાં 1,45,467 પુરુષ મતદારો 1,38,415 સ્ત્રી મતદારો મળી કુલ 2,83,882 મતદારોનો સમાવેશ છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : દાહોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને પણ મુશ્કેલી, આમ આદમી પાર્ટી પગપેસારો કરવા તલપાપડ

અગાઉની ચૂંટણીના પરિણામ -વર્ષ 2012 ની 122 લૂણાવાડા વિધાનસભા બેઠક ( Lunavada Assembly Seat)પર કોંગ્રેસના હીરાભાઈ હરિભાઈ પટેલ 7,2814 મત મળતા તેઓ વિજયી બન્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી ભાજપના કાલુભાઈ હીરાભાઈ માલીવાડને 69,113 મત મળતા તેમનો પરાજય થયો હતો. 2017 ની વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2017) લૂણાવાડા વિધાનસભા બેઠક (Assembly seat of Lunavada ) પરથી અપક્ષ ઉમેદવાર રતનસિંહ રાઠોડ ચૂંટણી જીત્યા હતા. તે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને નો પરાજય થયો હતો. ત્યારબાદ રતનસિંહ રાઠોડ ભાજપમાં સામેલ થતાં ભાજપે તેમને પંચમહાલ લોકસભાની ટિકિટ આપી હતી. તેમાં તેમની જીત બાદ સાંસદ બનતા તેઓએ લૂણાવાડાના ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપ્યું હતું.

આગામી ચૂંટણી માટે ભાજપે થોડું વધુ ધ્યાન આપવું પડશે

જેના લીધે ખાલી પડેલી લૂણાવાડા વિધાનસભા બેઠકની ( Lunavada Assembly Seat) પેટાચૂંટણી Gujarat Assembly ByElection 2019 21 ઑક્ટોબર 2019 ના રોજ યોજાઈ હતી. બાર વર્ષથી કોંગ્રેસનો ગઢ રહેલી લૂણાવાડા વિધાનસભા બેઠકની 2019ની પેટાચૂંટણીમાં ભાજપના જીગ્નેશ સેવકનો (Jignesh Sevak Seat) 67,391 મતોથી વિજય થયો હતો. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને (Gulabsinh Chauhan Seat ) 55,439, NCP ના ભરત પટેલને 12,309 તથા નોટાના 2,350 મત મળ્યા હતાં. લૂણાવાડા વિધાનસભા બેઠકમાં ખાનપુર અને લૂણાવાડા બે તાલુકાના 357 મતદાન મથકો પર 2,69,116 મતદારોમાંથી 1,37,902 મતદારોએ મતદાન કર્યું હતું.

મહીસાગર જિલ્લા માટે આ બેઠક વજનદાર બેઠક છે

આ બેઠકની ખાસિયત - ખેડૂતોની જીવાદોરી સમાન મહી નદી મહીસાગર જિલ્લામાંથી પસાર થાય છે. આ નદી દ્વારા લૂણાવાડા શહેરની આસપાસના ગામડાના ખેડૂતોને ખેતી અને સિંચાઈ માટે પાણી મળે છે. લૂણાવાડા સ્ટેટ સમયનું રજવાડું હતું. એટલે અહીં રાજાનો મહેલ આવેલો છે. તેની પાસે કાલીકામાતા ડુંગર અને બાવાનો ડુંગર આવેલ છે. બંને ડુંગરો ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે. લૂણાવાડાનુ લાલ લસણ પ્રખ્યાત છે. વેપારીઓ દ્વારા આસપાસના શહેરોમાં લુણાવાડામાંથી લાલ લસણનો વેપાર મોટા પાયે થાય છે. લૂણાવાડા શહેર પાસે મહી, પાનમ અને વેરી નદીનો સંગમ થતાં ત્રિવેણી સંગમ બને છે. જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : કનુ દેસાઈના નામે ભાજપ પારડી વિધાનસભા બેઠક તરી જશે?

ઓબીસી -પાટીદાર મતદારોનું પ્રમાણ - લૂણાવાડા વિધાનસભા બેઠકમાં ( Lunavada Assembly Seat)સૌથી વધારે OBC ના 35 ટકા મતદારો જ્યારે બીજા નંબર પર 20 ટકા પાટીદાર મતદારો છે. તેમજ આ બેઠક જાતિવાદ આધારિત બેઠક નથી. લૂણાવાડા વિધાનસભા બેઠકમાં કુલ 236 જેટલા નાના મોટા ગામોનો સમાવેશ થાય છે. અહીંના લોકો મુખ્યત્વે ખેતમજુરી અને પશુપાલનના ધંધા પર નિર્ભર છે. આ વિસ્તારમાં ઔદ્યોગિક વસાહત ન હોવાથી લોકો રોજગારી મેળવવા રાજ્યના અનેક ગામોમાં સ્થળાંતર કરે છે.

મતદારો માટે આનો ઉકેલ જરુરી છે
મતદારો માટે આનો ઉકેલ જરુરી છે

લૂણાવાડા વિધાનસભા બેઠકની માગ -આ વિસ્તારમાં ( Lunavada Assembly Seat) ઔદ્યોગિક વિકાસ નહિવત્ હોવાથી રોજગારીની સમસ્યા અને તેને લીધે રોજગારી માટે સ્થળાંતર, પીવાના પાણીની સમસ્યા, અંતરિયાળ ગામોમાં મોબાઈલ કનેક્ટીવીટીનો પ્રશ્ન, રસ્તાની સમસ્યા, શાળાના બિસ્માર મકાનોની સમસ્યા, આદિવાસી વિસ્તારોમાં રોજગાર શિક્ષણ અને પાયાની જરૂરિયાતોનો પ્રશ્ન હંમેશા આ વિસ્તારને કનડતો રહ્યો છે. અને ખાનપુર તાલુકામાં આદિવાસીઓને જાતિના દાખલાનો પ્રશ્નનો પણ ઉકેલ આવ્યો નથી જે સરકાર સામે વિકટ પ્રશ્ન ((Gujarat Assembly Election 2022)) બનશે તેમ જણાઈ રહ્યું છે. વળી મહિસાગર જિલ્લામાં રેલવે કનેકટીવિટી અને મેડિકલ કોલેજની માંગ પણ સંતોષાઈ નથી. આ માગણીઓનો ઉકેલ આગામી ગુજરાત ચૂંટણી 2022 (Gujarat election 2022 ) માટે મહત્ત્વનો બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.