ETV Bharat / state

ભાજપના નેતાઓ ભાજપ માટે માથાનો દુખાવો, આ બેઠક પર કોંગ્રેસનો સરળ

લુણાવાડા બેઠકમાં હજુ ચૂંટણી પ્રચાર શરૂ (Lunawada Assembly seat) જ થયો છે, ત્યાં તો ભાજપને હરાવવા નીકળેલા ભાજપના નેતાઓ ભાજપ માટે માથાનો દુખાવો બન્યા છે. જેના કારણે કોંગ્રેસનો રસ્તો (BJP rally in Lunawada) સરળ બનતા ઉત્સાહમાં આવી ગઈ છે. (Gujarat Assembly Election 2022)

ભાજપના નેતાઓ ભાજપ માટે માથાનો દુખાવો, આ બેઠક પર કોંગ્રેસનો રસ્તો સરળ

author img

By

Published : Nov 24, 2022, 9:06 AM IST

મહીસાગર : લુણાવાડા વિધાનસભા બેઠક પર ભાજપના છેલ્લી ત્રણ ટર્મથી ટિકિટ માટે (Lunawada Assembly seat) દાવેદારી કરતાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જે.પી.પટેલને ટિકિટ ન મળતા પક્ષ છોડી અપક્ષ ઉમેદવારી કરી છે, ત્યારે તેમના સમર્થનમાં ભાજપના કેટલાક નેતાઓની ભાજપ વિરોધી કામગીરી સામે આવી છે. ભાજપમાં તાલુકા પંચાયતના સદસ્ય અજય દરજી અપક્ષ ઉમેદવાર જે.પી.પટેલની રેલીમાં જોવા મળતા ભાજપમાં ભડકો થયો છે. (BJP rally in Lunawada)

લુણાવાડા ભાજપ ઉમેદવારને હરાવવા સાંસદના અંગત નેતાએ અપક્ષ ઉમેદવારનો કર્યો પ્રચાર

સાંસદની ભૂમિકા અંગે સવાલો ઉઠ્યા અજય દરજી પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડના અંગત સલાહકાર તેમજ લુણાવાડા તાલુકા પંચાયત સદસ્ય અને શાસક પક્ષના નેતા છે, ત્યારે સાંસદના અંગત ગણાતા હોદ્દેદારોએ પક્ષમાં બગાવત શરૂ કરતાં સાંસદની ભૂમિકા અંગે પણ પક્ષમાં ચર્ચાઓ શરૂ થઈ છે. લુણાવાડા વિધાનસભા વિસ્તારમાં અપક્ષની રેલી યોજી જાહેર સભામાં અજય દરજીએ પક્ષ વિરોધી નિવેદન આપ્યું છે અને અપક્ષ ઉમેદવાર જે.પી.પટેલની મિટિંગમાં ભાજપ જિલ્લા પ્રમુખ વિરુદ્ધ પ્રવચન આપ્યું છે, ત્યારે પ્રદેશ ભાજપ આવા કાર્યકરો હોદ્દેદારો સામે કડક કાર્યવાહી કરે તેવી ભાજપ કાર્યકરોમાં માંગ ઉઠી છે. (Lunawada Assembly Candidate)

ભાજપને પરાજયનો ડર તો બીજી તરફ અપક્ષોના કારણે લુણાવાડા વિધાનસભા બેઠકની બાજી બગડી શકે છે. ભાજપની અંદર અંદરની લડાઈમાં ત્રીજાને ફાયદો થશે તેવી ચર્ચાએ ભાજપની ચિંતામાં વધારો કર્યો છે. કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ ભાજપની આંતરિક લડાઈથી ગેલમાં પોતાનો વિજય થશે તેવી આશાઓ રાખી રહી છે. પક્ષ વિરોધી આવા નેતાઓથી ભાજપ આ સીટ ગુમાવે તેવી શક્યતા જોવા મળી રહી છે. (JP Patel rally in Lunawada)

અજય દરજીને સસ્પેન્ડ કરવા કાર્યકરોની માંગ ગઇકાલે પ્રદેશ ભાજપ દ્વારા જે.પી.પટેલ તેમજ એસ.એમ.ખાટને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તદ્ઉપરાંત લુણાવાડા નગરપાલિકામાં ભાજપના સભ્ય પ્રાચી હેમાંગ ત્રિવેદીને પણ પક્ષ વિરુદ્ધ પ્રવૃતિ કરવા બદલ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે અજય દરજીને પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરવા કાર્યકરોની માંગ ઉઠી છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.