ETV Bharat / state

પ્રાકૃતિક ખેતી સાથે ગાય આધારિત ખેતીના મેળવ્યાં સુંદર પરિણામ, અન્યોને ચીંધી રાહ - ikhedut પોર્ટલ

સરકાર પ્રેરિત આત્મા પ્રોજેકટ દ્વારા મળતી તાલીમના માધ્યમથી સજીવ અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજેલાં મહીસાગર જિલ્લાના ઝરખલા (કોલવણ)ગામના ખેડૂત ગણપતસિંહ પરમાર છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરી સ્વાસ્થ્ય વર્ધક અનાજ પકવી રહ્યાં છે. તેમની સફળતા દ્વારા અન્ય ખેડૂતોને પણ તેઓ પ્રોત્સાહિત કરી રહ્યાં છે.

પ્રાકૃતિક ખેતી સાથે ગાય આધારિત ખેતીના મેળવ્યાં સુંદર પરિણામ, અન્યોને ચીંધી રાહ

author img

By

Published : Jul 18, 2020, 6:38 PM IST

લૂણાવાડાઃ સરકારે પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડુતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે ત્યારે આત્મા પ્રોજેક્ટ થકી ખેડૂતોને તેની સમજ અને તેની રીત શીખવવામાં આવી રહી છે.પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજસંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો, નહિવત ઉત્પાદન ખર્ચ, વધારે ભાવ,પાણીની બચત થાય અને પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય તે હેતુસર રાજ્ય સરકાર દ્રારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા વિવિધ યોજના અમલમાં મુકવામાં આવી છે.

પ્રાકૃતિક ખેતી સાથે ગાય આધારિત ખેતીના મેળવ્યાં સુંદર પરિણામ, અન્યોને ચીંધી રાહ
પ્રાકૃતિક ખેતી સાથે ગાય આધારિત ખેતીના મેળવ્યાં સુંદર પરિણામ, અન્યોને ચીંધી રાહ

ઝરખલા કોલવણ ગામના પ્રગતિશીલ અને પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત ગણપતસિંહ પરમાર વર્ષ 2013-14 થી આત્મા કચેરીના સંપર્કમાં આવ્યા અને જય અંબે ખેડૂત મંડળ બનાવ્યું, આત્મા પ્રોજેક્ટ, મહીસાગર થકી જિલ્લા અંદરની તાલીમ લુણાવાડા ખાતે મેળવી જેમાં એગ્રોફોરેસ્ટ્રી વિષય વિશે માહિતી મળી આ માહિતીનો ઉપયોગ ખેતીમાં કરતા તેમને વર્ષ 2015-2016 માં તાલુકા કક્ષાનો બેસ્ટ ફાર્મરનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અને રૂ.10,000 નો ચેક ટ્રોફી અને શાલથી સન્માનિત કરાયા. વર્ષ 2015-16 માં તેમને નિદર્શનમાં વર્મીકમ્પોસ્ટ યુનિટ, અળસિયા અને અન્ય સામગ્રી આપવામાં આવી હતી. તેનાથી અળસિયાનું ખાતર ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. અને ત્યારથી તેમણે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓનો બંધ કરી તે વધારાની આવકનો ઉપયોગ કરી સજીવ ખેતી તરફ વળ્યાં. આત્મા પ્રોજેક્ટ યોજના દ્વારા તેમને વર્ષ 2017-18 માં ખેતર શાળા ફાળવવામાં આવી હતી. જેમાં તેમને એક વર્મિકમ્પોસ્ટ પાકો બેડ બનાવી આપવામાં આવ્યો હતો. આ પાકા બેડ અને પ્લાસ્ટિકના વર્મિકમ્પોસ્ટ યુનિટથી અળસિયાના ખાતરનું ઉત્પાદન વધ્યું હતું. જેનું વેચાણ કરતાં વાર્ષિક રૂા.30,000 ની આવક થઇ છે અને અળસિયાનું વેચાણ થતાં રૂા.3,000 ની વધારાની આવક થઈ છે. જેથી બીજો એક પાકો બેડ પણ તૈયાર કર્યો છે. આસપાસના ગામના ખેડૂતો તેમની પાસેથી અળસિયાનું ખાતર લઈ જાય છે તેઓ અન્ય પશુઓની સાથે એક દેશી ગાય પણ ધરાવે છે.

તેમને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં પણ રસ હતો. ગત વર્ષ 2019-20 માં સાત દિવસ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની કાર્યશાળામાં ભાગ લીધો હતો. તેમાં માર્ગદર્શન મેળવી પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને ઘરે જ બીજામૃત, ઘન જીવામૃત, નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર વગેરે બનાવી ખેતીમાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. જેનાથી માટી જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે. આ ઉપરાંત ગામના અન્ય 25 ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે. જેનાથી ગામના 10 થી 15 ખેડૂતો આ ખેતી કરવા પ્રેરાયા છે. અને જાતે જીવામૃત બનાવી વાપરે છે 25 થી 30 ખેડૂતોને હાલમાં ikhedut પોર્ટલ પર દેશી ગાયની નિભાવખર્ચ યોજના તેમ જ પ્રાકૃતિક કૃષિ કિટ યોજનાની અરજી કરાવી છે.

આત્મા યોજના દ્વારા પ્રગતિશીલ ખેડૂતે તેમના જય અંબે જૂથના ખેડૂતોને તેમજ આસપાસના ખેડૂતોને વિવિધ પ્રકારની તાલીમ, પ્રવાસનો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પણ અપાવ્યો છે. ગાયનું છાણ, ગૌમૂત્ર,ગોળ,ચણા, મગ અથવા અડદનો લોટ, સેઢાની અથવા ઝાડ નીચેની માટી અને પાણી મેળવી તૈયાર કરેલ જીવામૃતનો ખેતીમાં ઉપયોગ કરવાની રીત સમજાવતા ગણપતસિંહ કહે છે કે છેલ્લા પાંચ વર્ષથી આત્મા પ્રોજેકટની તાલીમોના કારણે કરી રહ્યો છું. ગત વર્ષે સુભાષ પાલેકરજીની જીરો બજેટ ખેતી અંગે તાલીમ કાર્યશાળામાં ભાગ લીધો હતો અને ગાય આધારિત ખેતી કરી રહ્યો છું.પ્રાકૃતિક ખેતી તરફ જવામાં શરૂઆતના એક બે વર્ષ થોડી મુશ્કેલી પડે છે પણ પછી ઉત્પાદન જળવાઈ રહે છે ઉપરાંત ઓર્ગેનિક ઉત્પાદન હોવાના કારણે ભાવ પણ ઊંચા મળે છે.

ગત વર્ષે કરેલ ઓર્ગેનિક બાજરીના 600 રૂપિયા 20 કિલોના ઉપજ્યાં હતાં. હાલમાં મકાઇ અને શિયાળામાં ઘઉં ઉપરાંત શાકભાજી પણ કરીશ. ઓર્ગેનિક ખેત ઉત્પાદન અંગે પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા હાલમાં શરૂ છે તે આવ્યા બાદ મારા ખેત ઉત્પાદનનો સારો બજારભાવ મળશે. સરકારે હાલમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થાય અને તેમને પ્રોત્સાહન મળે તે હેતુસર ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન મળે તે માટે દેશી ગાય આધારિત ખેતી કરતાં ખેડૂત માટે ગાયનો નિભાવ ખર્ચ અને જીવામૃત બનાવવા માટેની યોજના શરૂ કરી તે ઘણી સારી યોજના છે તેનાથી પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની સંખ્યા વધશે તેમ જણાવતા સરકારની આ યોજના અંગે આભાર વ્યકત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.