વર્ષ દરમયાન 1 જોડી ચક્ષુદાન મળ્યા હતા. જે અમદાવાદમાં ઉપયોગી બન્યા હતા. 6 વ્યક્તિઓને ઓક્સિજનની સુવિધા આપવામાં આવી હતી. 47 વ્યક્તિઓને જુદા જુદા પ્રકારના મેડિકલ સાધનો સારવાર માટે ઉપયોગી વિનામુલ્યે આપવામાં આવ્યા હતા. બીસીજીની 290 રસીઓ વિનામુલ્યે અપાઈ હતી.
જયારે ડાયાબીટીસના દર્દીઓના આંખના કૅમ્પમાં 120 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને તેમાંથી 14 દર્દીઓને લેસર ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. મંત્રી પી.કે. શર્માએ વર્ષ દરમિયાન મળેલી સભાઓની અને કામકાજની માહિતી રજૂ કરી હતી. મામલતદારે રેડક્રોસ બાલાસિનોરની કામગીરીને બિરદાવી સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
સભામાં નવા સભ્યોને શપથ લેવડાવ્યા હતા અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ડો. ભરતભાઈ ખાંટ અને ડો. જીગ્નેશભાઈ શાહે રક્તદાન અને ચક્ષુદાન માટે જાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો. લાયન મંત્રી પ્રવીણભાઈ સેવક, કાંતિભાઈ પટેલ, અરવિંદભાઈ ચાવાળા તેમજ મોટી સંખ્યામાં રેડક્રોસના સભ્યો હાજર રહ્યા હતા.