બાલાસિનોર: બાલાસિનોરના સરવરીયા ગામે 11 વન્યજીવ નીલગાય કુવામાં ખાબકી છે. સાંજના સમયે જંગલમાં ફરતી નીલગાયો 50 ફૂટ ઊંડા અવાવરું કુવામાં ખાબકી હતી. કુવાના પાણી ઊંડા હોવાથી 4 નીલગાયના મોત અને અન્ય 7ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. વગડો ચેરીટેબલ ટ્રસ્ટ(Vagado Charitable Trust), નેચર હેલ્થ ફાઉન્ડેશન(Nature Health Foundation) અને બાલાસિનોર ફોરેસ્ટ ટીમ(Balasinor Forest Team) દ્વારા કુવામાં પડેલ નિલગાયોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી છે.
આ પણ વાંચો: Forest Department Valsad: વલસાડના જુજવા ગામમાં દીપડાએ ધામા નાખ્યાં
વન્યજીવ નીલગાય કુવામાં ખાબકી - કુવો ઉંડો હોવાને કારણે 4 નિલગાયના મોત 11 ગાયો હતી તેમાંથી 7 ગાયનું રેસ્ક્યુ કરાયું હતું. બાલાસિનોરના સરવરીયા ગામે 11થી વધુ વન્યજીવ નીલગાય કુવામાં ખાબકી છે.જંગલમાં ફરતી નીલગાય 50 ફુટ ઉંડા અવાવરુ કુવામાં પડવાથી 4 નીલ ગાયોના મૃત્યું નિપજ્યાં છે. અન્ય 7 નીલગાયને કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે તે નીલગાયો સુરક્ષિત છે. વગડો ચેરીટેબલ ટ્રસ્ટ, નેચર હેલ્થ ફાઉન્ડેશન અને બાલાસિનોર ફોરેસ્ટ ટીમ(Forest Rescue Department) દ્વારા કુવામાં પડેલી નીલગાયોને ભારે જહેમત બાદ નીલગાયોનું રેસ્ક્યુ કરાયું છે.
આ પણ વાંચો: જામનગરમાં એનિમલ વેલફેર ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા પક્ષી બચાવો અભિયાન શરૂ
જીવ બચાવના કાર્યો - આ ઘટનાને લઈને બાલાસિનોર ફોરેસ્ટ વિભાગની ટીમ(forest crew is rescuing wildlife) ઘટના સ્થળે દોડી આવી હતી. નીલગાયને કૂવામાંથી બહાર કાઢવાની ભારે જહેમત બાદ નીલગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બાલાસિનોર ફોરેસ્ટ વિભાગએ વધુ ધ્યાન આપીને આવી ઘટના આગળ ના બને એના માટે જરૂરી પગલાં લેવા જોઈએ. નીલગાયના સંરક્ષણ મામલે(nilgai conservation Balasinor) ફોરેસ્ટ વિભાગએ તેમના જીવ બચાવના કાર્યો ધ્યાનમાં રાખીને સતર્કતા દાખવવી પડશે.