મહીસાગર: જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના (COVID 19)ના 123 કેસ પોઝિટિવ નોધાયા છે. ત્યારે 05 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને રજા આપવામાં આવી છે.
મહીસાગરમાં બે દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. 05 દર્દીઓ સ્વસ્થ થતાં બે દિવસમાં કુલ 08 લોકો કોરોના મુક્ત બન્યા છે.
આ સાથે જિલ્લામાં દર્દીઓને સ્વસ્થ થવાનો રિકવરી રેટ 68 ટકા થયો છે. આજના કેસમાં વિરપુર-02, સંતરામપુર-04, તેમજ બાલાસિનોર તાલુકાનો 01 દર્દી થઈને કુલ 08 દર્દીઓ સ્વગૃહે પરત ફર્યા છે.
અત્યાર સુધીમાં કુલ 123 કેસ નોંધાયા હતા. જે પૈકી 84 લોકોને રજા આઇ છે અને બાકીના 37 દર્દીઓ બાલાસિનોર કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.