- મહીસાગરમાં 28 ફેબ્રુઆરીએ 873 મતદાન મથકો પર EVMથી ચૂંટણી
- જિલ્લા પંચાયતની 28 અને તાલુકા પંચાયતની 126 બેઠકો માટે મતદાન
- EVMનું પ્રથમ તબક્કાનું ચેકિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી
- 6 તાલુકાના સ્ટ્રોંગ રૂમ ખાતે ચૂંટણી માટેનું જરૂરી સાહિત્ય મોકલાયું
- ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી હાથ ધરાઈ
લુણાવાડાઃ મહીસાગર જિલ્લામાં 28મી ફેબ્રુઆરીએ જિલ્લા પંચાયત અને જિલ્લામાં સમાવિષ્ટ 6 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી અંગે તમામ લોકોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે ચૂંટણી પંચે તમામ કામગીરી શરૂ કરી દીધી છે, જે અંતર્ગત જિલ્લા ચૂંટણી પંચે જિલ્લાના 6 તાલુકામાં EVM અને ચૂંટણીલક્ષી સાહિત્ય પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે.
મહીસાગર જિલ્લા પંચાયતની કુલ 28 બેઠક પર થશે મતદાન
મહીસાગર જિલ્લા પંચાયતની 28 બેઠક અને જિલ્લામાં સમાવિષ્ટ 6 તાલુકા પંચાયતની કુલ 126 બેઠક છે.
ઈવીએમના પ્રથમ તબક્કાનું ચેકિંગ પૂર્ણ થયા બાદ EVM અને ચૂંટણીલક્ષી સાહિત્ય મોકલાયા
તમામ બેઠકો માટે કુલ 873 મતદાનમથક પર EVMના માધ્યમથી ચૂંટણી યોજાશે. જોકે, 10 જેટલા ઈજનેરે તમામ પ્રકારની ઈવીએમના પ્રથમ તબક્કાનું ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ઈવીએમ અને ચૂંટણી માટેનું જરૂરી સાહિત્ય મોકલવામાં આવ્યું છે.
6 તાલુકામાં આવતા તમામ મતદારોને સાહિત્ય આપવામાં આવશે
જિલ્લાના 6 તાલુકા સંતરામપુર, બાલાસિનોર, કડાણા, વીરપુર, ખાનપુર અને લુણાવાડાના સ્ટ્રોંગરૂમ ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીં આવતા મતદારોને ચૂંટણીલક્ષી સાહિત્ય આપવામાં આવશે.