ચૂંટણી અધિકારી આર.બી.બારડના માર્ગદર્શન હેઠળ લુણાવાડા વિધાનસભા પેટાચૂંટણી શાંતિમય, નિર્ભયપણે, નિષ્પક્ષ અને તટસ્થ રીતે યોજાય તેમજ આદર્શ આચારસંહિતાનો અમલ સુચારૂ રીતે થાય તે માટે ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ સાથે વિવિધ ટીમો કાળજી રાખી રહી છે.
લુણાવાડા વિધાનસભાની પેટાચૂંટણીમાં 21 ઓક્ટોબરના રોજ યોજાનારી ચૂંટણીમાં યુવાનો, મહિલાઓ અને વૃદ્ધાઓ પોતાનો અમૂલ્ય મતનું મૂલ્ય સમજી મતદાન કરવા પ્રેરાય, તેમજ સો ટકા મતદાન થાય તેવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
લુણાવાડા વિધાનસભાની પેટાચૂંટણીના મતદાન વિભાગમાં 357 મતદાનમથકો નોંધાયેલા છે. તેમજ મતદાન મથકોના કુલ સ્થળ 278 છે. મતદારોમાં 1,38,023 પુરુષ મતદારો અને 1,31,091 સ્ત્રી મતદારો, ત્રણ અન્ય મતદારો મળી કુલ 2,69,117 મતદારો નોંધાયેલ છે.
ઉપરાંત ફ્લાઈંગ સ્ક્વૉડ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડિયો વ્યુઇંગ ટીમ અને હિસાબી ટીમ, સ્ટેસ્ટિક સર્વેલન્સ વગેરે ટીમ દ્વારા રાજકીય પક્ષ અને ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવામાં આવી રહી છે.
મહિસાગર જિલ્લામાં 122 લુણાવાડા વિધાનસભા પેટાચૂંટણી શાંતિથી અને નિર્ભય રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સાબદું બન્યું છે.