- લૂણાવાડા નગરપાલિકા પેટાચૂંટણી પરિણામ
- જિલ્લા સેવાસદન ખાતે યોજાઈ મતગણતરી
- ભાજપના 2 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત
લૂણાવાડાઃ નગરપાલિકાની પેટાચૂંટણીના પરિણામમાં વિજેતા જાહેર થયા છે. લૂણાવાડા પેટાચૂંટણીની મતગણતરી જિલ્લા સેવા સદન ખાતે થઈ છે. લૂણાવાડા નગરપાલિકાના ત્રણ વોર્ડની મત ગણતરી થઈ છે. તાલુકા પંચાયતની બે બેઠકોની પણ મતગણતરી થઈ છે. લૂણાવાડા નગરપાલિકાના 8 ઉમેદવારો અને તાલુકા પંચાયતના બે બેઠકો ઉપર 5 ઉમેદવારો, જેમાં ખેમપુર અને પાંડવાનો સમાવેશ થાય છે. લૂણાવાડા નગરપાલિકાના 4, 5,અને 7 વોર્ડની મતગણતરી આજે થઈ છે. જેનું પરિણામ આવતા લૂણાવાડા નગરપાલિકામાં કોંગેસ-1 અને ભાજપના બે ઉમેદવારો વિજેતા બન્યા છે. જ્યારે તાલુકા પંચાયતની બે બેઠકોમાં લૂણાવાડા અને બાલાસિનોર તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ છે.
પેટા ચૂંટણી-ન. પા
બેઠકનું નામ : લૂણાવાડા વોર્ડ ન 5
વિજેતા પક્ષ : ભાજપ
વિજેતાનું નામ : બિનિતાબેન દોશી
કુલ મત : 972 / 212 મતથી વિજય થયો.
પેટા ચૂંટણી-ન. પા
બેઠકનું નામ : લૂણાવાડા વોર્ડ ન 7
વિજેતા પક્ષ : ભાજપ
વિજેતાનું નામ : દક્ષેશકુમાર પટેલીયા
કુલ મત : 981 / 118 મત થી વિજય થયો.
પેટા ચૂંટણી - લૂણાવાડા તાલુકા પંચાયત
બેઠકનું નામ : ખેમપુર-10
વિજેતા પક્ષ : ભાજપ
વિજેતાનું નામ : રમેશભાઇ ખાંટ
કુલ મત : 1958 / 362 મતથી વિજય થયો.
પેટા ચૂંટણી - બાલાસિનોર તાલુકા પંચાયત
બેઠકનું નામ : 11 પાંડવા-1
વિજેતા પક્ષ : ભાજપ
વિજેતાનું નામ : ચંપાબેન ચૌહાણ
કુલ મત : 2082 / 731 મતથી વિજય થયો.
આ પણ વાંચોઃ ગાંધીનગર વોર્ડ 7 માં ભાજપની પેનલનો વિજય : હવે 5 વર્ષ પરીક્ષા, માળખાકીય સુવિધાઓ વધારવામાં આવશે
આ પણ વાંચોઃ Gandhinagar Municipal Corporation: શરુઆતની મત ગણતરીમાં ભાજપનો ભગવો લહેરાયો