ETV Bharat / state

સંતરામપુરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન વીજ કરંટ લાગતા બે વિદ્યાર્થીઓના મોત - વીજ કરંટ

મહીસાગરઃ જિલ્લાના સંતરામપુર તાલુકામાં સ્વતંત્રતા દિનની ઉજવણીમાં એક દુઃખદ ઘટના બની હતી. ધ્વજારોહણના કાર્યક્રમની તૈયારી દરમિયાન શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને વીજકરંટ લાગતા તેમનું મોત નિપજ્યું હતું.

independence
author img

By

Published : Aug 15, 2019, 5:35 PM IST

મળતી માહિતી મુજબ આજે સંતરામપુરમાં આવેલી કેનપુર પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-10માં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ ધ્વજ ફરકાવવા માટે લોખંડનો પાઈપ ઉભો કરી રહ્યાં હતા. આ લોખંડની પાઈપમાં વીજળીનો વાયર સંપર્કમાં આવી ગયો હતો. જે વીજ કરંટ પાઈપમાં ઉતરતા બંને વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો હતો. જ્યાં ઘટના સ્થળ પર જ બંનેનું મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર બંને વિદ્યાર્થીઓમાં દિપક અભેસિંહ રાણા અને ગણપત નાથાભાઈ વાળવાઈ બંનેની ઉંમર 15 વર્ષ હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. પોલીસે ઘટના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંતરામપુરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન વીજ કરંટ લાગતા બે વિદ્યાર્થીઓના મોત

Intro:મહીસાગર:-
આજે સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિતે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સ્વતંત્રતા દિનની ઉજવણી માતમમાં
ફેરવાઇ ગઈ છે. આજે સંતરામપુમાં આવેલી કેનપુર પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમની તૈયારી થઈ રહી હતી તે
સમયે શાળામાં ભણતા બે વિદ્યાર્થીઓને ધ્વજની પાઈપ દ્વારા વીજકરંટ લાગતાં તેઓનું મોત થયું હતું.
Body:પ્રાપ્ત વિગત અનુસાર આજે સંતરામપુમાં આવેલી કેનપુર પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં
આવ્યું હતું. જેમાં ધોરણ-10 માં અભ્યાસ કરી રહેલા બે વિદ્યાર્થીઓ ધ્વજ ફરકાવવા માટે લોખંડની પાઇપ ઊભી કરી રહ્યા હતા,
ત્યારે તે પાઇપ સ્કુલ પરથી પસાર થતાં વીજળીના વાયરના સંપર્કમાં આવી જતાં બંને વિદ્યાથીઓને કરંટ લાગ્યો હતો. વીજ
કરંટથી બંને વિદ્યાર્થીઓના પેટ અને હાથના ભાગે ગંભીર રીતે દાજી ગયા હતા અને તેજ સમયે બંનેનું કરૂણ મોત નીપજયું હતું.
મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓમાં દિપક અભેસિંહ રાણા અને ગણપત નાથાભાઇ વાળવાઈની ઉમર 15 વર્ષની હતી. હાલમાં
બંને વિદ્યાર્થીઓના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ ઘટના ને પગલે પોલીસ
વધુ તપાસ ચલાવી રહી છે. Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.