બાલાસિનોર શહેરી વિસ્તારમાં પસાર થતા રસ્તાને નવીન બનાવવાની કામગીરી ચાલતી હોવાથી બાલાસિનોર શહેરી વિસ્તારમાં પસાર થતા વાહનોના ટ્રાફીક નિયમન તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જાહેરહિતમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર. ઠક્કરને ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1)(ખ) થી મળેલી સત્તાની રૂએ ફરમાવવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે અમદાવાદથી લુણાવાડા તરફ જતા તમામ વાહનો ટુ વ્હીલ, થ્રી વ્હીલ સિવાઇના માનવ હોટલથી ફગવા સર્કલ (જકાતનાકા) નગરપાલિકા વિસ્તારમાં પસાર થાય છે તે તમામ વાહનને રસ્તો બંધ હોવાથી વૈકલ્પિક રસ્તે લુણાવાડા જવાનું રહેશે.
લુણાવાડાથી અમદાવાદ જતા તમામ વાહનો રાબેતા મુજબ નગર પાલિકા વિસ્તારમાં પસાર થઇ શકશે. આ ઉપરાંત સરકારી વાહનો ઇમરજન્સી વાહનો, સ્કુલવાન, દુધ વાહન, એમબ્યુલન્સ તથા સરકારી કાર્યક્રમમાં જનાર વાહનો સ્થાનિક રહીશોના વાહનો તથા ફરજ પરના અધિકારી કર્મચારીનઓ વાહનોને આ જોગવાઇ લાગું પડશે નહી.