ETV Bharat / state

મહીસાગર જિલ્લા સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોને સુખડીનું વિતરણ

જિલ્લામાં જૂન-2020 મહિનો તેમજ જ્યાં સુધી આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાની પરિસ્થિતિ ઉભી થાય ત્યાં સુધી આંગણવાડી કેન્દ્રો પરથી પૂરક પોષણના ધોરણો જળવાઈ રહે તે મુજબ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો દ્વારા સુખડી બનાવી લાભાર્થી બાળકોને ઘરે ઘરે જઈ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

author img

By

Published : Jun 8, 2020, 7:01 PM IST

અમ્મા
અમ્મા

મહીસાગર : નોવેલ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે સાવચેતીના પગલારૂપે સરકાર દ્વારા ગુજરાત રાજ્યની તમામ આંગણવાડીમાં બાળકોને બોલાવવાનું મોકૂફ રાખ્યું હતું અને આંગણવાડી કેન્દ્રના 3થી 6 વર્ષના બાળકોને ગરમ નાસ્તાની અવેજીમાં આપવામાં આવતા બાલ શક્તિ, ટેકહોમ રેશનના બદલે આંગણવાડી કેન્દ્રમાં ઉપલબ્ધ અનાજ અને તેલના જથ્થાનો ઉપયોગ કરી અઠવાડિયામાં એકવાર સુખડી તૈયાર કરી બાળક દીઠ એક કિલોગ્રામ સુખડી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જે મુજબ મહીસાગર જિલ્લામાં જૂન-2020 મહિનો તેમજ જ્યાં સુધી આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાની પરિસ્થિતિ ઉભી થાય ત્યાં સુધી આંગણવાડી કેન્દ્રો પરથી પૂરક પોષણના ધોરણો જળવાઈ રહે તે મુજબ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો દ્વારા સુખડી બનાવી લાભાર્થી બાળકોને ઘરે ઘરે જઈ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ તકે જિલ્લામાં આવેલા કુલ 1316 આંગણવાડી કેન્દ્રો દ્વારા 1283 આંગણવાડી કાર્યકર તેમજ 1178 આંગણવાડી તેડાગર બહેનો દ્વારા 2 જૂન-2020થી સુખડી વિતરણની કામગીરી કાર્યરત છે. જેમાં જિલ્લામાં આવેલા 11 ઘટકમાં નોંધાયેલા 40,055 બાળકમાંથી 34,774 લાભાર્થી બાળકોને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું છે.

બાકી બાળકોને પણ સુખડી વિતરણની કામગીરી હાલમાં કાર્યરત છે. જેથી કોરોના સંકટ કાળમાં પણ આંગણવાડીના ભૂલકાઓની તંદુરસ્તી જળવાઈ રહે, તેના માટે જિલ્લા સંકલિત બાળ વિકાસ વિભાગ મહીસાગર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી થઇ રહી છે. તેમ જિલ્લા પ્રોગ્રામ ઓફીસરની અખબારી યાદીમાં જણાવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.