લુણાવાડાઃ કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં ગ્રામજનોને કોરોના વાઈરસનાં સંક્રમણથી સુરક્ષિત રાખવા તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે જિલ્લા કલેક્ટર આર.બી બારડના માર્ગદર્શન હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો પ્રમાણે કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળો પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં આવેલ ઉંદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળના ગામો ખાતે નિયામક આયુષ કચેરી ગાંધીનગર અને જિલ્લા આર્યુવેદીક અધિકારી દ્વારા આયુષની ગાઇડલાઇન અનુસાર કન્ટેઇન્મેન્ટ વિસ્તારના ગામોમાં આયુર્વેદિક ઉકાળો તૈયાર કરી ગ્રામજનોને પીવડાવવામાં આવ્યો હતો.
જેના થકી આ વિસ્તારના ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી કોરોના વાઈરસ સામે સુરક્ષિત રાખી શકાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.