રૈયોલી: ગુજરાતની પ્રજાને ફરવા માટેનું વધુ એક કેન્દ્ર મળી ગયું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel Gujarat) રવિવારે મહિસાગર જિલ્લાના રૈયોલીમાં ડાયનોસોર પાર્કના (Dinosaur Fossil Park Gujarat ) બીજા ભાગનું લોકાર્પણ કર્યું છે. ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા રૂપિયા 16.50 કરોડના ખર્ચે નિર્માણ થયેલા દેશના સૌપ્રથમ ફોસીલ પાર્કને ખુલ્લો (India's First Fossil Park Gujarat) મૂકાયો છે. ડાયનોસોર મ્યુઝિયમ ફેઈઝ-2 (Dinosaur Museum gujarat ) ના વિકાસ કામોનું લોકાર્પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. આ તકે મુખ્યપ્રધાન તથા મહાનુભાવોએ ડાયનોસોર મ્યુઝિયમની મુલાકાત લઇ 5D થિયેટર, ડિજિટલ ફોરેસ્ટ,360 ડીગ્રી વર્ચ્યુઅલ રિયાલીટી, એક્સપરિમેન્ટ લેબ, સેમી સરક્યુલર પ્રોજેક્શન, મૂડ લાઈટ, 3D પ્રોજેક્શન મેપીંગ, સહિત હોલોગ્રામનું ઝીણવટ પૂર્વક નિરિક્ષણ કરી નિહાળ્યું હતું.
આ પણ વાંચો: હોલીવુડની ડાયનાસોર વર્લ્ડ મુવીની યાદ કરાવશે આ ડાયનાસોર પાર્ક
શું કહ્યું CMએ: આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ પણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રવાસન સ્થળોને ઉજાગર કરવા ઘણું કામ કર્યું છે. આ સાથે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ વિશ્વકક્ષાના આયોજન કરી થીમ આધારિત મેળાઓનું આયોજન કર્યું છે. આમ કરીને રાજયનું ટુરીઝમને જીવંત કર્યુ છે. ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ દ્વારા રોજગારીના અવસરો ઉભા થાય છે. રાજ્યમાં પ્રવાસનનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. પરિણામે રાજ્યના પ્રવાસન સ્થળોની મુલાકાતે લેવા આવનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે.

વિશાળ ટુરિઝમ: મુખ્યપ્રધાને ઉમેર્યું કે, ગુજરાતમાં રિલીજીયસ ટુરીઝમ, એડવેન્ચર ટુરિઝમ, સ્પોર્ટ્સ ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, બોર્ડર ટુરિઝમ, વાઈલ્ડ લાઈફ ટુરિઝમ, બીચ ટુરિઝમ જેવા વિવિધ પ્રવાસન ક્ષેત્રો વિકસ્યા છે. રૈયોલીના ડાયનોસોર મ્યુઝિયમથી ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી વિશ્વને જોવા મળવાની છે. ગુજરાત પ્રાચીન ભૂમિ છે અને તેના મૂળિયા છેક પ્રાગઐતિહાસિક યુગ સુધી લંબાય છે. રૈયોલી ગામની ધરતી ગુજરાતના એ પ્રાગઐતિહાસિક યુગની સાક્ષી પુરે છે. આપણે ઇતિહાસને દુનિયા સમક્ષ ખુલ્લો મુક્યો છે.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 66 KV ના સબસ્ટેશનનું કરાયું લોકાર્પણ અને ભૂમિપૂજન
રોમાંચનો અનુભવ: ભારતના પ્રાગ ઐતિહાસિક યુગને જીવંત કરનારો આજનો પ્રસંગ છે, તેમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, સ્ટીવન સ્પીલબર્ગે "જુરાસિક મ્યુઝિયમ" નામની પ્રસિદ્ધ ફિલ્મ બનાવી હતી. 1993 માં રીલિઝ થયેલી એ ફિલ્મ અબાલ-વૃદ્ધ સૌને ઘેલું લગાડ્યું હતું. લોકોએ પહેલી જ વખત વિરાટકાય ડાયનોસોર સિનેમાના પડદે જોઇને ડાયનાસોર યુગના અદ્વિતિય રોમાંચનો અનુભવ કર્યો હતો.

પ્રવાસનને વેગ મળશે: આ ડાયનોસોર મ્યુઝિયમ રૈયોલી અને બાલાસિનોર તાલુકાને વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકાવશે. જેને પરિણામે ગુજરાતનુ ટુરિઝમ સેક્ટર વધુ મજબૂત બનશે. રાજ્ય સરકારે વડાપ્રધાનની પ્રેરણાથી પ્રવાસન સર્કિટ વિકસાવીને પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવાનો અભિગમ અપનાવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, મહાકાલી ધામ પાવાગઢ, રતનમહાલ રીંછ અભ્યારણ્ય અને રૈયોલી ડાયનોસોર મ્યુઝિયમને ટુરિઝમ સર્કિટમાં સમાવી રિલીજીયસ ટુરીઝમ, વાઈલ્ડ લાઈફ ટુરિઝમ, પ્રાગઐતિહાસિક પ્રવાસન અને વિશ્વની આધુનિક અજાયબી ધરાવતા પ્રવાસ ચારેયનો સમન્વય સાધીને વિશ્વના પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય.

આ પણ વાંચો: આ વર્ષે 20 ટકાથી વધુ લોકો ભાજપ સાથે જોડાશે એવો મારો વિશ્વાસ છે : સી આર પાટીલ.
શું છે મ્યુઝિયમમાં: આ મ્યુઝિયમમાં લગભગ 40 જેટલા ડાયનોસોરના સ્કલ્પચર પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. જે તેમના કદ, આકાર, આદતો, અને રહેણાંક વિસ્તારની સચોટ માહિતી પૂરી પાડે છે. અહીં બાળકોના મનોરંજન માટે 'ડિનોફન' પણ બનાવવામાં આવ્યું છે. ફોસીલ પાર્ક અને મ્યુઝિયમ બાળકથી લઈને વૃદ્ધ સુધી તમામ ઉંમરના લોકો માટે એક આગવુ પ્રવાસન સ્થળ છે. અહી આવતા પ્રવાસીઓ પાર્ક અને મ્યુઝિયમમાં લગાવવામાં આવેલ ડાયનોસોરના સ્ટેચ્યુ સાથે ફોટા-સેલ્ફી પણ લઈ શકે છે.