ETV Bharat / state

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે કડાણા-સંતરામપુર તાલુકામાં વિકાસકામોનું ખાતમુર્હૂત કરાયું - Deputy Chief Minister Nitin Patel

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુરૂવારના રોજ મહીસાગર જિલ્લાના ખાતે કડાણા-સંતરામપુર તાલુકામાં અંદાજે રૂપિયા 83 કરોડથી પણ વધુના ખર્ચે નવનીર્મિત અને નિર્માણ પામનાર પુલો-રસ્તાઓ અને મકાનોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યુ હતુ.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે કડાણા-સંતરામપુર તાલુકામાં વિકાસકામોનું ખાતમુર્હૂત કરાયું

author img

By

Published : Dec 18, 2020, 8:36 AM IST

  • નીતિન પટેલે હાલ રાજ્યમાં માર્ગ-મકાનના કામોનુ ખાતમુર્હૂત કર્યુ
  • પુલો-રસ્તાઓ અને મકાનોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત
  • રૂપિયા 6 હજાર કેન્દ્ર સરકાર દ્વારા સીધા કિસાનોના ખાતામાં અપાયા

મહીસાગરઃ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આજે મહીસાગર જિલ્લાના કડાણા ખાતે કડાણા-સંતરામપુર તાલુકામાં અંદાજે રૂપિયા 83 કરોડથી પણ વધુના ખર્ચે નવનીર્મિત અને નિર્માણ પામનાર પુલો-રસ્તાઓ અને મકાનોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કિસાનોની આવક વર્ષ-2022 સુધીમાં બમણી થાય તે માટેનું ભગીરથ કાર્ય ઉપાડવાની સાથે કિસાન સન્માન નીધિ યોજના અંતર્ગત રૂપિયા 6 હજાર કેન્દ્ર સરકાર દ્વારા સીધા કિસાનોના ખાતામાં આપી દીધા હોવાનું કહ્યું હતું.

પ્રજા-પ્રજા અને પ્રજા એજ અમારૂં કર્તવ્ય અને કર્મઃરાજ્ય સરકાર

આદિવાસી સમાજના યુવાનોને ઉશ્કેરવા માટે કેટલાંક પરિબળો ઝેર રેડવાનું કામ કરી રહ્યા છે.જેથી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કિસાનો માટે ફાયદા કારક એવા કૃષિ કાયદાનો ઉલ્લેખ કર્યો છે પરંતુ કિસાનો અને આદિવાસી સમાજના યુવાનોને ઉશ્કેરવા માટે કેટલાંક પરિબળો ઝેર રેડવાનું કામ કરી રહ્યા છે ત્યારે તેવા ઉશ્કેરણીજનક તત્વોથી ચેતતા રહેવાનું જણાવ્યુ હતું. અગાઉની કોંગ્રેસની સરકારના રાજમાં આદિવાસીઓના ઉત્થાન અને ઉત્કર્ષ માટે ઉદાસીનતા દાખવવામાં આવતી હતી. જેના કારણે આદિવાસી સમાજનો જે વિકાસ થવો જોઇએ તેવો વિકાસ થઇ શક્યો ન હોવાનું જણાવી રાજ્ય સરકાર માટે પ્રજા-પ્રજા અને પ્રજા એજ અમારૂં કર્તવ્ય અને કર્મ હોવાનું કહ્યું હતું.

નાયબ મુખ્ય પ્રધાને કોંગ્રેસની સરકારોમાં તિજોરીમાં મોટા મોટાં બાકોરા પાડવામાં આવ્યા હતા. તે બાકોરા અમારી સરકારએ પૂરી દેવાનું કામ કરીને પ્રજાહિતના અને પ્રજાકીય વિકાસ કામો કરી પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો હોવાનું જણાવી સરકારની આ વિકાસ યાત્રામાં પોતાની ભાગીદારી કરી જોડાઇ જવા અનુરોધ કર્યો હતો.

આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને બિરદાવી

આ પ્રસંગે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે અગાઉની કોંગ્રેસની સરકારોમાં જનતાના કામો થતા ન હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ પ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં આદિવાસી સમાજના વિકાસ માટેની યાત્રા તેજ ગતિએ આગળ ધપી રહી છે. તેટલું જ નહીં પણ વિકાસના દ્રઢ સંકલ્પ તથા સૌનો સાથ-સૌનો વિકાસ મંત્રને સાચા અર્થમાં ધરતી પર ઉતારવાનું કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં આદિવાસી વિસ્તારોમાં વધુ સારી મેડીકલ સેવાઓ પણ ઉપલબ્ધ કરવી. રાજય સરકાર પ્રજાની આશા-અપેક્ષા પૂર્ણ કરવા સરકાર હંમેશાં તત્પર હોવાનું જણાવી વર્તમાન મહામારીના સમયમાં આરોગ્ય વિભાગની કામગીરીનો ઉલ્લેખ કરી આરોગ્ય સેવાઓને બિરદાવી હતી.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે કડાણા-સંતરામપુર તાલુકામાં વિકાસકામોનું ખાતમુર્હૂત કરાયું

આ પ્રસંગે સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડીંડોરએ પ્રાસંગિક ઉદબોધન કરતાં ભૂતકાળની કોંગ્રેસની સરકારોમાં આદિવાસી વિસ્તારોમાં વિકાસ થતો ન હોવાનો ઉલ્લેખ કરી આજે આદિવાસી વિસ્તારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં આદિવાસી વિસ્તારોમાં આજે વિકાસના અનેક કામો થવાની સાથે આદિવાસી વિસ્તારોની કાયાપલટ થઇ રહી હોવાનું જણાવ્યું હતું.

નવનીર્મિત અને નિર્માણ પામનાર પુલો-રસ્તાઓ ખાતમુર્હૂત

ગુરૂવારના રોજ વિકાસ કામોના લોકર્પણ-ખાતમુર્હૂત કરવામાં આવ્યા તેમાં સંતરામપુર-ઝાલોદ-કુશલગઢ રસ્તાનું કામ, સંતરામપુર-કડાણા-ડુંગરપુર રોડ ઉપર મહી નદી પર રૂપિયા 35 કરોડના ખર્ચે નવનિર્મિત મોટો પુલ, કડાણા ખાતે બે હજાર મેટન કેપેસીટીનું ગોડાઉન, સંતરામપુર ખાતે રેસ્ટ હાઉસ, ભમરીકુંડા-માનગઢ હીલ માર્ગ, રામપુર નટવા બાબરોલમોટા સરણૈયા રોડને પહોળો કરવાનું કામ, મોટા સરણા નદી પર મહીસાગર સંતરામપુર તાલુકા અને ફતેપુરા તાલુકાના બારીયાની હાથોડ-દાહોદ જિલ્લાની હદ સીમાડાને જોડતા પુલનું, લુહારના મુવાડા સીમથી લીંભાલા હદ પરબત પુરને જોડતો રસ્તા અને કડાણા તાલુકાના મોટી રાઠથી રોયણિયા રાઠડા બેટને જોડતા નદી પર પુલ અને રસ્તાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંતરામપુર તાલુકાના ભાણાસીમર-1 અને બારેલાના પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુર્હૂત કરાયું. જયારે કડાણા તાલુકાના દધાલિયા, રોહિણીયા પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ સરસવા(ઉ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ કાર્યક્રમમા તમામ અગ્રણીઓ ઉપસ્થિત

આ પ્રસંગે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશ સેવક, પૂર્વ ધારાસભ્યો સર્વ કાલુભાઇ માલીવાડ, અને ડૉ. માનસિંહ ભમાત, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ખાંટ, તાલુકા પંચાયતના પ્રમુખ શાંતાબેન ડામોર, જિલ્લા અગ્રણી દશથરસિંહ બારિયા, જિલ્લા-તાલુકાના અગ્રણીઓ, જિલ્લા કલેકટર આર. બી. બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી, જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટ, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એસ.કે.પટેલ, મુખ્ય જિલ્લા આરોગય અધિકારી ડૉ. એસ.બી.શાહ, પ્રાંત અધિકારી જાદવ સહિત અધિકારીઓ-અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.