- મુખ્યપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ 14 કરોડ રસ્તાના કામો માટે મંજૂર
- લુણાવાડા અને ખાનપુર તાલુકાના કાચા રસ્તાઓ ડામરના બનશે
- આ માર્ગો ડામર રોડના બનતા નાગરિકોને અવર-જવર માટે સરળતા રહેશે
મહીસાગર : રાજયના મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વ હેઠળ કોરોના મહામારી વચ્ચે પણ રાજ્યના વિકાસની ગતિ અવિરત જાળવી રાખી છે. રાજ્ય સરકાર વિકાસના અનેક કામો હાથ ધરી રહી છે. જેના ભાગરૂપે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ( Mukhyamantri Gram Sadak Yojana ) હેઠળ મહીસાગર જિલ્લાના લુણાવાડા અને ખાનપુર તાલુકાના રૂપિયા 14 કરોડના કાચાથી ડામરના રસ્તાના કામો માટે મંજૂર કરવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા અને ખાનપુરના રસ્તા માટે લુણાવાડાના ધારાસભ્ય જિગ્નેશ સેવક દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મંજૂર કરેલી ગ્રાન્ટમાંથી કયા રોડ બનશે
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા જે કામો મંજૂર કરવામાં આવ્યા છે.
- ખાનપુર મામલતદાર કચેરીથી નવાઘરો ગામ તરફ જતો રોડ
- ફતાજીના ભેવાડા પાકા રસ્તાથી પ્રાથમિક શાળા તરફ જતો રોડ
- વાણીયાવાડા ગોરડા બસ સ્ટેન્ડથી પ્રાથમિક શાળા થઇ ભાઠીયા ચોકડીને જોડતો રોડ
- હાઇવેથી ઝુફરાલી તરફ જતો રોડ
- લકડીપોયડા બાધે ફળિયાથી અધૂરો રોડ
- લાડનામુવાડાથી પાંચમહુડી મસાદર તરફ જતો રોડ
- ઝારાથી પાંચમહુડી સુધીનો રોડ
- હડમતિયાથી પાંચમહુડી જતો રોડ
- ઉકરડી ડેરી ફળિયાથી નાની ઝાંઝરી મોટી ઝાંઝરી તળાવ સુધીનો રસ્તો
- નાની દેનાવાડથી નસીકપુર તરફ જતા રોડનો સમાવેશ થાય છે.
આ સાથે થ્રુ રુટ અ.જી.મા. અને ગ્રા.મા.ને પહોળા કરવાની કામગીરી અંતર્ગત લીમડીયા મહિયાપુરા વાવો સાંપડીયા રોડ (સેક. 0/0થી 3/40) અને ચાવડીબાઇના મુવાડા એપ્રોચ રોડની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -
- મહીસાગર જિલ્લામાં આયુર્વેદ ઉકાળા, સંશમની વટી, આર્સેનિક આલ્બમ-30નું વિતરણ કરવામાં આવ્યું
- લુણાવાડાની કોટેજ હૉસ્પિટલ ખાતે વધુ એક 108 એમ્બ્યુલન્સ શરૂ કરાઈ
- મહીસાગર જિલ્લાની ઉચ્ચત્તર માધ્યમિક શાળાના 125 શિક્ષકોને મુખ્યપ્રધાન રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નિમણુંક પત્રો અપાયા
- મહીસાગરના કડાણામાંથી ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરતો ઝડપાયો બોગસ ડૉક્ટર
- મહીસાગરના સકલીયા ગામની અર્ચી માટે national child health program બન્યો આશીર્વાદરૂપ