વિરપુર તાલુકાના લીંબરવાડાના જમનાવત વિસ્તારનો મિલન રાયભણ ઠાકોર નામના સગીરની લીંબરવાડા ગામની સીમમાં ઝાડ ઉપર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોય. આ મૃતદેહ 15 વર્ષના મિલન ઠાકોરનો હોવાનું ખુલ્યું હતું.
મિલન સરસ્વતી હાઈસ્કૂલ વિરપુર, 10મા ધોરણનો વિદ્યાર્થી છે. જો કે, આ મૃતદેહ મળી આવ્યા પછી હત્યા છે કે આત્મહત્યા તેનો ખુલાસો થયો નથી. મિલનના પરિવારજનોને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
આ ઘટના બાદ વિરપુર પોલીસ સ્થળ પર આવી મૃતદેહનો કબ્જો મેળવી અને પોસમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. વિરપુર પોલીસના મતે પોસ્ટમોર્ટમ બાદ જ વિદ્યાર્થીની હત્યા થઈ છે, કે કેમ તેનો ખુલાસો થઈ શકશે.