મહીસાગરઃ સામાજીક જવાબદારીના ભાગ રૂપે HDFC બેન્ક દ્વારા હોલીસ્ટીક રૂ૨લ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત CRS પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પુર્ણાહુતી કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી ફતેસિંહ બારીયાના અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં પ્રોગ્રામ મેનેજર રીકીતા સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સંતરામપુર તાલુકાના વાંકડી ગામે સરસ્વતી વિદ્યાલયના પટાગણમાં યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામીણ વિકાસના આ કાર્યક્રમથી આવેલા પરિવર્તનની પ્રસંશા કરી વધુ પ્રગતિ માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ યોજનામાં તૈયાર થયેલી મહિલાઓના સ્વ સહાય જુથોને સરકારના મિશન મંગલમ યોજનામાં જોડવામાં આવ્યા છે. જેમાં મહિલાઓએ ગૃહ ઉદ્યોગો થકી સ્વ રોજગારી મેળવી છે. તેમજ ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધિ થઈ છે. વિવિધ સ્ટોલમાં વર્મી કંમ્પોસ્ટ ખાતર, પડીયા પતરાળા, મંડપ વાડી પ્રોજેક્ટની શાકભાજી વગેરેનું નિર્દેશન કરવામાં આવ્યું હતું.
મહીસાગર જિલ્લાના વાંકડી, વડાગામ, નાની ઝાંઝરી, વીરણીયા, મોટા રાજનપુર, કોઠા, લીમડીયા આઠ ગામોમાં જળ સંસાધન, નવીન ખેતી પદ્ધતિ, પશુધન વિકાસ, કૃષિ વિકાસ, આરોગ્ય અને સ્વચ્છતા, કૌશલ્ય વિકાસ, સામાજિક કાર્યક્રમ, તાલીમ અને ક્ષમતા નિર્માણ જેવા વિવિધ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોમાં ટકાઉ આજીવિકા અને સ્થાયી બદલાવ માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેને HDFC બેન્ક CSR દ્વારા આ પરિયોજનાને ભંડોળ આપવામાં આવ્યું હતું, તથા ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ દ્વારા અમલીકરણ કરવામાં આવ્યું હતું.
આ પર્ણાહૂતિ સમારોહમાં પ્રારંભે પ્રાર્થના સ્વાગત ગીત શાળાની બાલીકાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્વચ્છતાનો ગરબો આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. આ કાર્યક્રમમાં બેન્ક મેનેજર જય મહેતા, CSR પ્રોજેકટના પ્રતિનિધિઓ તથા ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના અધિકારીઓ ભાનુમતીબેન, શિવશંકર સહિત ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિરવ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સફળ ખેડૂત અને કોમ્પ્યુટર તાલીમ પ્રાપ્ત કરનાર મહિલા સહિતના લાભાર્થીઓએ આ કાર્યક્રમ અંગે ખુશી વ્યક્ત કરી આભાર વ્યક્ત કર્યો હતો.