- 18થી 44 વર્ષ વયના 8,325 નાગરિકોને કોરોના વિરોધી વેક્સિન આપી સુરક્ષિત કરાયા
- જિલ્લાના છ તાલુકામાં કુલ 3,54,693 જેટલા નાગરિકોએ કોરોના વિરોધી વેક્સિન લીધી
- લુણાવાડા તાલુકામાં સૌથી વધુ 1,07,694 નાગરિકોએ કોરોના વેક્સિનેશન કરાવ્યું
મહીસાગરઃ તંત્ર દ્વારા રસીકરણ અભિયાનને વેગવાન બનાવવા સઘન ઝુબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે. 7મી જૂન 2021 સુધીમાં લુણાવાડા તાલુકામાં 1,07,694, બાલાસિનોર તાલુકામાં 50,476, સંતરામપુર તાલુકામાં 88,651, ખાનપુર તાલુકામાં 29,520, કડાણા તાલુકામાં 43,302 અને વીરપુર તાલુકામાં 35,050 મળી જિલ્લાના છ તાલુકાના કુલ 3,54,693 જેટલા હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટલાઈન વોરિયર, 18થી 44 વર્ષની વયના તેમજ 45થી 59 અને 60 વર્ષથી વધુ ઉંમરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોએ કોરોના વેક્સિનેશન કરાવ્યું છે.
આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લામાં 15 સેન્ટરો પર કોરોનાની રસી આપવામાં આવી રહી છે
8,325 નાગરિકોને વેક્સિન આપી સુરક્ષિત કરાયા
જેમાં 18 થી 44 વર્ષ વયના 8,325 નાગરિકોને કોરોના વિરોધી વેક્સિન આપી સુરક્ષિત કરાયા છે.
જિલ્લામાં 2,50,367 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 1,04,326 નાગરિકોને બીજો ડોઝ અપાયો
જિલ્લામાં અત્યાર સુધીમાં 6,027 આરોગ્ય કોરોના વોરિયર, 9143 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર, 45થી 59 વર્ષના અને 60થી વધુ ઉંમરના 2,42,042 તેમજ 18થી 44 વર્ષ વયના 8,325 જેટલા નાગરિકોને કોરોનાની રસી મૂકવામાં આવી છે. અત્યાર સુધી જિલ્લામાં 2,50,367 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ તેમજ 1,04,326 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સુરતમાં વેક્સિનેશનના બગાડને લઈને શહેર આરોગ્ય અધિકારીની પ્રતિક્રિયા
નાગરિકોએ રસી લીધા પછી પણ કાળજી રાખવી જરૂરી
નાગરિકોએ રસી લીધા પછી પણ કાળજી એટલી જ રાખવાની છે. જેમ કે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને જાહેર ભીડભાડવાળી જગ્યા પર જવું નહીં, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, જ્યાં ત્યાં થુંકવું નહીં અને ખૂબ જ કાળજી રાખવા જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે.