- મહિસાગરમાં ન્યાયાધીશ સહિત વકીલોના કોરોના ટેસ્ટ કરાયા
- 100 લોકોમાંથી 99 લોકોનો કોરોના ટેસ્ટ આવ્યા નેગેટિવ
- માત્ર 1 કોરોના પોઝિટિવ આવતા દર્દીને હોસ્પિટલ ખસેડાયો
લુણાવાડાઃ મહિસાગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અર્બન હેલ્થની ટીમ દ્વારા ન્યાયાધીશ સહિત વકીલો અને કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. હેલ્થ ટીમે તમામ લોકોના રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રેપીડ એન્ટિજન ટેસ્ટમાં 99 કેસ નેગેટિવ અને 1 કેસ પોઝિટિવ આવ્યો હતો. ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સેનિટાઈઝેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ સાથે લોકોને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા અંગે પણ સમજાવવામાં આવશે.
100માંથી માત્ર 1 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
આમ, છતા પણ હજી નાગરિકો તેને ગંભીરતાથી નથી લઈ રહ્યા જેથી નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી જિલ્લા ડિસ્ટ્રીક્ટ કોર્ટ લુણાવાડા ખાતે ઈન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ પી. એ. પટેલના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાના મેડિકલ ઓફિસર કલ્પેશ સુથાર અને તેમની આરોગ્ય ટીમ દ્વારા જજીસ અને કર્મચારીઓ તથા વકીલોના 100 જેટલા રેપીડ એન્ટી્જન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 99 કેસ નેગેટિવ અને 1 કેસ પોઝિટિવ આવ્યો હતો. દર્દીને વધુ સારવાર અર્થે લુણાવાડા કોવિડ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. તેમ જ તંત્ર દ્વારા જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.