મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ફરિયાદી મહિલાને દાંતમાં તકલીફ થતાં તે હોસ્પીટલમાં સારવાર અર્થે ગઈ હતી. અવાર નવાર હોસ્પિટલમાં જવાનું થતું હોવાથી હોસ્પીટલમાં કેસ કાઢનારા રૂખશારબાનુ સાથે તેમની મુલાકાત થતી હતી. રૂખશારબાનુને બાલાસિનોરમાં રહેતા નશીબખાન સાથે પ્રેમ સબંધ હોવાના કારણે રૂખશારબાનુએ કોઈક સમયે મોબાઈલથી ફરિયાદી મહિલાના ડો.કૃણાલ સાથેના પાડેલા તમામ ફોટા તેના પ્રેમી નશીબખાનના મોબાઇલમાં મોકલી દીધા હતા.
જેને લઇને નશીબખાન વારંવાર ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ફરિયાદીને ધમકી આપતો હતો. જેને લઈ તે તેની પાસે સોનાના ઘરેણાં, પૈસા તેમજ અનેકવાર તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર ટોર્ચરીંગ અને હીંચકારા કૃત્યથી કંટાળીને યુવતીએ આખરે પોલીસ ફરિયાદ દાખલ કરતાં પોલીસે નશીબખાન અનવરખાન પઠાણ અને રૂખશારબાનુ વિરુદ્ધ ઈ.પી.કો. 376 N, 406, 420,114 મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં બંને આરોપી પોલીસ પકડથી બહાર છે.