ETV Bharat / state

સંતરામપુરમાં ગર્ભમાં રહેલા ભૃણની હત્યા મામલે ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ - santrampur police station

મહીસાગર જિલ્લામાં એક યુવતીના ગર્ભમાં રહેલા ભૃણની કેટલીક મહિલાઓ દ્વારા હત્યા કરવામાં આવતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. યુવતીની કૂખમાં રહેલા બાળકની 4 મહિલાઓ દ્વારા ગર્ભપાત કરાવી હત્યા થઈ છે. આ ઘટનાને લઈ મહીસાગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ પોલીસ સાથે સ્થળ પર તપાસ અને વીડિયોગ્રાફી કરાવી છે. જેમાં ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કડક તપાસ કરવામાં આવી રહી છે.

સંતરામપુર
સંતરામપુર
author img

By

Published : Jul 17, 2021, 11:05 PM IST

  • સ્થળ પરથી ગર્ભપાતમાં વપરાતી ગોળીઓ પણ મળી આવી
  • પોલીસે વીડિયોગ્રાફીની વાયરલ વિડીયો સાથે સરખામણી કરી
  • સમગ્ર ઘટના અંગે ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ

સંતરામપુર: વાયરલ થયેલા વીડિયોમાં એક મહિલાને બેભાન કરી સાધનો સાથે અમાનવીય રીતે ગર્ભપાત કરવાની ઘટના સામે આવી છે. ઘટનાને અંજામ આપનારી મહિલાઓ અંગે તપાસમાં મહીસાગર જિલ્લાના સંતરાપુરમાં આવેલા FCIના એક ગોડાઉન પાછળ આ ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. જ્યાં એક મકાનમાં આ યુવતીની કૂખમાં રહેલા બાળકની હત્યા થઇ રહી હતી. હાલમાં આ ઘટનાને અંજામ આપનારી મહિલાઓ કોણ છે અને તેમાં કોણ નર્સ છે એ વિશેની તપાસ ચાલી રહી છે.

સંતરામપુર ભૃણહત્યા કેસમાં ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો

આ પણ વાંચો: 'માં'વતરની હત્યા : મહીસાગરના સંતરામપુરમાં ગેરકાયદેસર ગર્ભપાતનો વીડિયો વાઇરલ, બાળ આયોગે આપ્યા તપાસના આદેશ

આરોગ્ય અધિકારીએ આપી માહિતી

મહીસાગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ પોલીસ સાથે સ્થળ પર તપાસ અને વીડિયોગ્રાફી કરાવી તેની સરખામણી કરી હતી અને સ્થળ પરથી ગર્ભપાતમાં વપરાતી ગોળીઓ પણ મળી આવી હતી. મહીસાગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ આ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટનાને લઈને જવાબદાર તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.