- મહીસાગરમાં કોરોના સામે રક્ષણ આપતી કોરોના રસીકરણનો પ્રારંભૉ
- લુણાવાડામાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે પ્રથમ રસીકરણ
- લુણાવાડાના અગ્રણી ડૉ. દિલીપ અગ્રવાલને પ્રથમ રસીકરણ
- લુણાવાડા ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને કોરોના રસીકરણનો પ્રારંભ
મહીસાગર : કોરોના સામે રક્ષણ આપતી કોરોના રસીકરણનો દેશ અને ગુજરાતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં પણ કોરોના સામે રક્ષણ આપતી કોરોના રસીકરણનો પ્રારંભ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશ સેવક જિલ્લા કલેકટર આર.બી.બારડ, જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી.શાહ તેમજ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ અને અગ્રણી ડૉક્ટર્સની હાજરીમાં પ્રારંભ થયો હતો.
દિલીપ અગ્રવાલે રસી મુકાવા જનતાને કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉદબોધન બાદ લુણાવાડાના અગ્રણી ડોક્ટર અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ ડૉ. દિલીપ અગ્રવાલને પ્રથમ રસીકરણ કરવામાં આવ્યું હતું. રસીકરણ બાદ ડૉ.દિલીપ અગ્રવાલે તમામ જનતાને અનુરોધ કર્યો કે, રસી મૂકવવામાં ગભરાવાની જરૂર નથી. તમામ જનતા અવશ્ય રસી મુકાવે.