બાલાસિનોર નગર વિસ્તારમાં રહેતા જૂની ચલણી નોટો, સિક્કાઓ અને ટિકિટોના કલેકટ કરનારા ભરતભાઈ શાહે જણાવ્યું કે, નાનપણમાં શાળામાં ભણતા સમયથી 786 નંબરની ચલણી નોટો, ટપાલ ટિકિટ અને જૂના જમાનાના સિક્કાઓનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત મુંબઈ, અમદાવાદ જેવા શહેરોમાંથી કલેકશન ખરીદી કરી તેની કેટલી કિંમત છે તે જાણી ટિકિટો, સિક્કાઓ, ફર્સ્ટ ડે કવર મહાપુરૂષના જન્મ તારીખ વાળી નોટ, ગાંધીજીની દુર્લભ ટિકિટો વગેરેનું લાખોની કિંમતનું કલેકશન એકઠું કર્યું છે.
ભારતની આઝાદી પહેલા અને પછીની ચલણી નોટો, સિક્કાઓ કલેકશનમાં છે. તે આગવા શોખને કારણે આ કલેકશન ખરીદવા અમદાવાદ અને મુંબઈ જાય છે. આ ઉપરાંત ભારતની 100થી 150 વર્ષ જૂની ટપાલ ટિકિટો, ફર્સ્ટ ડે કવર, અને ચલણી નોટો તેમજ હજાર વર્ષ જુના સિક્કાઓ ભરપૂર પ્રમાણમાં છે. ગાંધીજીની દુર્લભ ટિકિટો અને ફર્સ્ટ ડે કવર જેની કિંમત લાખોમાં છે તે પણ તેમની પાસે ઉપલબ્ધ છે.