લુણાવાડાઃ આ કાર્યક્રમમાં મહાનુભાવોના પ્રાસંગિક ઉદ્બોધન બાદ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કાર્યક્રમમાં જોડાયા હતા. મહીસાગર જિલ્લામાં પણ મુખ્યપ્રધાનના વરદ હસ્તે 2.10 કરોડના ખર્ચે તૈયાર થયેલ 39 નંદઘરનું ઈ-લોકર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 73 નંદઘરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લામાં હેન્ડવોસના કાર્યક્રમમાં જોડાઈને 13000 હેન્ડ વોશ કીટ વિતરણ કરાઇ હતી. 130 સ્થળો હેન્ડવોસ કાર્યક્રમમાં 13,000 જિલ્લા વાસીઓ સહભાગી થયા હતા એને સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ મહીસાગરના સંકલ્પને ચરિતાર્થ કરવા અપીલ કરી હતી.
જિલ્લાકક્ષાના કાર્યક્રમ સ્થળે મહાનુભાવોના વરદ હસ્તે આંગણવાડીના 10 લાભાર્થીઓને હેન્ડવોશ કીટ અને સહભાગી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર માતા યશોદા એવોર્ડ ખાનપુર તાલુકાના બોરવાઈ-1ના આંગણવાડી કાર્યકર લીલાબેન માલીવાડને 31,000નો ચેક સ્મૃતિ ચિન્હ, પ્રમાણપત્ર આપવામાં આવ્યો હતો, સાથે કૈલાશબેન પારગીને રુ.21,000નો ચેક, સ્મૃતિ ચિન્હ અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ સમારોહમાં ભાજપના હોદ્દેદારો, જિલ્લાના અધિકારીઓ, આંગણવાડી કાર્યકરો, કિશોરીઓ તેમજ ઉપસ્થિત સૌએ પોષણ શપથ લઇ કુપોષણ મુક્ત ભારત બનાવવા પ્રતિજ્ઞા બંધ થયા હતા.