મહિસાગર: જિલ્લાના બાલાસિનોર અમદાવાદ હાઇવે પર ઠગ ટોળકી સક્રિય બની છે. અને મહિસાગર પોલિસની ઓળખ આપી ઠગાઈ કરી રહી હોવાનો ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. બાલાસિનોરના ફાગવેલ ગામ પાસેથી મહિસાગર જિલ્લાની હદમાં બાઇક પર સવાર લોકોને રોકી પોલીસની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બાઇક પર જતાં 2 ઈસમોને રોકી પૈસા પડાવી ટોળકી ફરાર થઈ જતા બાલાસિનોર પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો સુરતના સચિનમાંથી બોગસ પોલીસકર્મી ઝડપાયો, અસલ પોલીસે બોગસ પોલીસને રંગેહાથ ઝડપ્યો
ભાંડો ફૂટ્યો: ફાગવેલથી બાલાસિનોર વચ્ચે હાઇવે ઉપર પોલીસની ખોટી ઓળખ આપી લૂંટનાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. કાર ચાલક નકલી પોલીસ બની ઓવરટેક કરી બાઈક રોકી અને ગાડીના કાગળ માગ્યા અને બન્ને બાઇક સવાર પાસેથી 11,000 રૂપિયા લઇ લીધા અને પોલીસ સ્ટેશને આવવાનું કહી અને કાર લઇ ફરાર થયો હતો. બાઇક ચાલક સુનિલભાઈ મકવાણા તેમજ તેમની સાથે રહેલા અન્ય એક ઇસમને પોલીસ સ્ટેશને આવવાનું કહી રૂપિયા લઈ નાસી જનાર વ્યક્તિ મામલે બંને લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે સમગ્ર વિગત બહાર આવી. સુનિલ મકવાણાએ તેમના મોબાઈલમાં પાડેલ કારનો ફોટો પોલીસ સ્ટેશનમાં બતાવતા આવો કોઈ જ ઈસમ પોલીસ સ્ટેશનમાં ન હોવાની વિગત બહાર આવી છે.
આ પણ વાંચો સુરતમાં નકલી મહિલા DCPની અસલી પોલીસે કરી ધરપકડ, ઘરમાં ઘૂસી લૂંટવાનો હતો પ્લાન
વિરુદ્ધ નોંધી ફરિયાદ: મહિસાગર જિલ્લામાં બે ઇસમ ઠગાઈનો ભોગ બન્યા છે ત્યારે બાલાસિનોર પોલિસે FIR નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે. ભોગ બનનનાર વ્યક્તિએ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે તે જોવું રહ્યું કે આ અગાઉ પણ કેટલા વાહનચાલકોને આ ઠગ ટોળકીએ પોલીસનું નામ લઈને અન્ય વાહનચાલકોને લૂંટયા હશે. તે તો જ્યારે ઠગો પકડાશે ત્યારે પોલીસ તપાસમાં બહાર આવશે. હાલ પોલીસે તોડ કરનાર તે ઇસમની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. જોકે, અત્યાર સુધીમાં તે આવું કેટલી વાર કરી ચૂક્યો છે. પૈસાનો વહીવટ કેવી રીતે છે એ અંગે પોલીસ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.