મહિસાગર (સંતરામપુર): આદિવાસી સંસ્કૃતિમાં દેવ દિવાળીનું ખૂબ જ મહત્વ હોય છે. સંતરામપુર તાલુકાના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર પોતાના વતન ખાતે મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ સાથે પોતાના દિવંગત પૂર્વજો દ્વારા સ્થાપવામાં આવેલા શીરાઓની વિશેષ પૂજા કરી હતી. દેવ દિવાળી નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસીભાઈઓ ઉપસ્થિત રહી પોતાના પૂર્વજો દ્વારા સ્થાપવામાં આવેલા દેવ-દેવીઓની પૂજા કરી આસ્થાભેર ઉજવણી કરતા હોય છે.
કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે કરી ઉજવણી: કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે સંતરામપુર તાલુકાના ભંડારા મુકામે પોતાની જન્મભૂમિ એવા સરાડ ગામે દેવ દિવાળીના પર્વે ગામના પાદરે આવેલા તેમના દિવંગત પૂર્વજોના શીરાનું આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ મુજબ પાળિયા પૂજન કર્યું હતું. આ પૂજાવિધિ દરમિયાન પૂર્વજોને ખત્રી રમાડવામાં આવે છે, અને શીરાઓની પૂજા વિધિમાં કંકુ,ચોખા, ફૂલ દ્વારા વધામણા કરી ગ્રામજનો સાથે ઢોલ નગારા વગાડી નાચગાન કરવામાં આવે છે. ત્યારે ગ્રામજનોએ સાથે ઉપસ્થિત રહી કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરે આ અવસરનો લ્હાવો લીધો હતોકેબિનેટ પ્રધાન કુબેરભાઈ ડીંડોરે આદિવાસી પરિવેશમાં ગ્રામજનો વચ્ચે ઉપસ્થિત રહીને પૂર્વજોને યાદ કરી પૂજન કર્યું હતું, અને ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો હતો.
આદીવાસી સમુદાયની માન્યતા: આદીવાસી સમુદાયમાં અત્યારે દેવ-દિવાળીના તહેવારો ચાલી રહ્યાં છે. આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિને જન્મજાત પુજતો આવ્યો છે. જેમાં દેવદિવાળી એટલે ખત્રીની પુજા, જેમાં વર્ષ દરમિયાન જે કોઇ સ્વર્ગસ્થ થયું હોય તેમના શીરાનું વાજતે ગાજતે પૂજન અર્ચન કરવામાં આવે છે. સંતરામપુરના ધારાસભ્ય અને શિક્ષણપ્રધાન ડૉ કુબેરભાઈ ડિંડોર દ્વારા પોતાના માદરે વતન ખાતે દેવ દીવાળી નિમિતે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી.
પૂર્વજોની પૂજા: દેવ દિવાળીના પવિત્ર દિવસે ગામના પાદરે દિવંગત પૂર્વજોના શીરા (પાળીયા)ની પૂજા કરવામાં આવે છે. ત્યારે ડો.કુબેરભાઈ ડિડોરે આદિવાસી સમાજની પરંપરાગત સંસ્કૃતિ મુજબ ગ્રામજનોને સાથે રાખીને શીરાનું ધામધૂમથી પૂજન કર્યુ હતું. આ પ્રસંગે આદિવાસી સમાજની પરંપરા મૂજબ પૂજન દરમિયાન પૂર્વજોને પ્રસન્ન કરી કંકુ ચોખા ફૂલ દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા. શિક્ષણ પ્રધાને ગ્રામજનો સાથે મળીને ઢોલ નગારા વગાડ્યા હતા અને ઉત્સાહભેર પિતૃઓનું પૂજન કર્યુ હતું.