મહીસાગર જિલ્લામાં સાંપ્રદાયિક સૌહાર્દને ખતરો પહોંચે તેવા (Birsa Munda statue in Kadana) પ્રકારની ઘટના બની હતી. મહીસાગર જિલ્લાના કડાણા ખાતે આવેલા નદીનાથ મહાદેવ પર સ્થાપિત કરવામાં આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમા કોઇ અસામાજિક તત્વો દ્વારા ખંડીત કરવામાં આવી હતી. જેના કારણે આદિવાસી સમાજના લોકોની લાગણી દુભાઈ હતી. આદિવાસીઓ દ્વારા આ અસામાજિક તત્વોને પકડી લઈને કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે. (Kadana Tribal community)
મામલાની ગંભીરતા જોઈ કલેકટરે કરી અપીલ મળતી માહિતી અનુસાર આ ઘટનાની ગંભીરતાને જોતા કલેક્ટર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી છે કે, અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્વિટર પર લોકોને શાંતિ જાળવવા માટેની અપીલ કલેકટર દ્વારા કરવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું કે, આ અંગે પોલીસ ઉચ્ચ અધિકારીઓને કડક નિર્દેશ અપાયા છે. આ ઉપરાંત ટુંક જ સમયમાં નવી મુર્તિ પણ સ્થાપિત કરવામાં આવશે. ગત્ત મૂર્તિ કરતા વધારે ભવ્ય મૂર્તિ હશે. (Anger of tribal community in Kadana)
પોલીસની નબળી કાર્યવાહી કરવાનો આરોપ આ ઉપરાંત સવારે બિરસા મુંડાની મૂર્તિને ખંડિત કરવાના મામલે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મૂર્તિ ખંડિત થતાં આદિવાસી સમાજના લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના લોકો કડાણા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે પોલીસ સ્ટેશન બહાર સૂત્રોચ્ચાર કરીને આદિવાસી સમાજના લોકોની લાગણી દુભાય છે. માટે ત્વરિત કાર્યવાહી કરતા ન્યાયની માંગ કરી હતી. આદિવાસી સમાજના લોકોએ ટ્વીટ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. ઘટનાને પગલે SP અને DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કોઇ સામાજિક (Lord Birsa Munda) સૌહાર્દને નુકસાન ન પહોંચે તે પ્રકારે કાર્યવાહી શરૂ કરી હતી.
જિલ્લા કલેકટરે ટ્વિટરના માધ્યમથી આપી ખાતરી મહીસાગર જિલ્લા કલેકટરે બિરસા મુંડાની ખંડિત પ્રતિમા બાબતે ટ્વિટરના માધ્યમથી ખાતરી આપી છે. મહીસાગર જિલ્લાના કડાણાના નદીનાથ મહાદેવ ઉપર સ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડિત થઈ છે એની બાબતમાં ઊંડી તપાસ કરવામાં આવશે અને ટૂંક સમયમાં ફરીથી આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. મહીસાગર કલેક્ટર તરીકે હું તમને ખાતરી આપું છું. (Tribal society in Mahisagar)