ETV Bharat / state

કોરોનાની મહામારી વચ્ચે પણ મહીસાગરમાં 2092 લોકોએ થેલિસિમિયાના દર્દીઓ માટે રક્તદાન કર્યું - એનેમિક સગર્ભા મહિલા

કોરોનાની મહામારી વચ્ચે થેલિસિમિયાના દર્દીઓને પડતી રક્તની અછતને પહોંચી વળવા માટે મહીસાગરમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. આવા દર્દીઓને નિઃશુલ્ક રક્ત મળી રહે તે માટે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 2092 રક્તદાતાએ રક્તદાન કર્યું હતું. આરોગ્યની ટીમ દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કોરોનાની મહામારી વચ્ચે પણ મહિસાગરમાં 2092 લોકોએ થેલિસિમિયા દર્દીઓ માટે રક્તદાન કર્યું

author img

By

Published : Nov 26, 2020, 4:44 PM IST

  • મહીસાગરમાં થેલિસિમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો
  • કેમ્પ માટે કોરોનાની માર્ગદર્શિકાના પાલન સાથે સમગ્ર વ્યવસ્થા કરાઈ
  • રક્તદાતાઓ માટે માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત
  • એનેમિક સગર્ભા મહિલાઓને પણ રક્ત મળે તેવા ઉદ્દેશ સાથે કેમ્પ યોજાયો

લુણાવાડાઃ કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે પણ જિલ્લાની એનેમિક સગર્ભા મહિલાઓને તેમ જ થેલેસેમિયાના દર્દીઓને રક્ત મળી રહે તે માટે મહિસાગરમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જિલ્લામાં આવેલા વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજાય છે. આ રક્તદાન કેમ્પમાં 2092 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી કર્તવ્ય નિભાવ્યું હતું. મેથી નવેમ્બર સુધી જિલ્લામાં આવેલ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટર તેમ જ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જેવા કે, લુણાવાડા, ખેડાપા, ખાનપુર, સરસણ, ખારોલ, ઓથવાડ, મુનપુર, મલેકપુર-શામણા, ભાટપુર-વિરપુર, હાથીવન, થાણાસાવલી, જનોડ, ચાંપેલી-ઉંદરા, કુરેટા, કોયડેમ, ભંડારા,કીડિયા, બાર, ઉબેર, મોટા સોનેલા, સાલિયાબીડ, બાકોર, કેનપુર, નાની ભુગેડી બાલાસિનોર, મોટી કયાર, ચુંથાનામુવાડા, વેલના મુવાડા, ઉકરડી, મુડાવેડખ, જોરાપુરા, ઝાલાસાગ, વડાગામ, સંતરામપુર, કડાણા-1, મલેકપુરમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો.

કોરોનાની લડાઈ વચ્ચે પણ રક્તદાતાઓએ જુસ્સો બતાવ્યો

આ ઉપરાંત જિલ્લા શિક્ષણ વિભાગ હેઠળ લુણાવાડા, સંતરામપુર, લાલસર ખાતે મેડિકલ ઓફિસરો, આયુષ મેડિકલ ઓફિસરો, અને રેડ ક્રોસ સોસાયટી પંચમહાલ-ગોધરાના ડોક્ટર તેમ જ આરોગ્ય ટીમો દ્વારા યોજવામાં આવેલા રક્તદાન કેમ્પોમાં જિલ્લાના 2,092 જેટલા રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં અનેરું યોગદાન આપી ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. રક્તદાતાને કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે નવી બેડશિટ પાથરીને જ રક્તદાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તમામ રક્તદાન કેમ્પમાં સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે. રક્તદાતાઓ માટે માસ્ક ફરજિયાત, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ફરજિયાત અને સામાજિક અંતર જાળવવું પણ ફરજિયાત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.