ETV Bharat / state

મહીસાગરમાં ભવાઇના કલાકારે કોરોના અંગે જાગૃતિ માટે ગામે-ગામ પ્રચાર કર્યો - કોરોના વાઇરસનું સંક્રમણ

કોરોનાની કપરી પરિસ્‍થિતિ વચ્‍ચે પરંપરાગત માધ્‍યમના કલાકારો પાસે કામ ન હોય તે સમજી શકાય તેમ છે. આમ છતાં પણ આ કલાના માધ્‍યમથી ગ્રામ્‍ય વિસ્‍તારના નાગરિકોને કોરોના વાયરસથી સુરક્ષિત રાખી શકાય અને તેનાથી પ્રતિ જાગૃતિ આવે અને તેની ગંભીરતા સમજવાની સાથોસાથ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી વિવિધ ગાઇડલાઇનનો ખ્‍યાલ આવી શકે તે માટે ઘણીવાર આવી કલા બહુ મોટો ભાગ ભજવતી હોય છે.

મહીસાગર સમાચાર
મહીસાગર સમાચાર
author img

By

Published : May 31, 2021, 10:19 PM IST

  • ભવાઇ અને રાવણ હથ્‍થાના જાણીતા કલાકાર છે વિજાનંદ તુરી
  • કોરોના કપરા સમયમાં કોરોના સામે જાગૃતિ ફેલાવે છે વિજાનંદ તુરી
  • ગ્રામ્‍યજનો કોરોનાથી સુરક્ષિત રહે તે માટે આરોગ્‍ય વિષયક સંદેશો પહોંચાડવાની કામગીરી વિજાનંદ તુરીએ કરી

મહીસાગર : કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન સહિત અનેક પ્રકારની પાબંધીઓ લગાવવામાં આવી હતી. જેના કારણે નાના વેપારીઓથી માંડી ઉદ્યોગ જગતને પણ તેનાથી નુકસાન સહન કરવું પડ્યું હતું. આવી કોરોના વૈશ્વિક મહામારીમાં જ્યારે ભારતીય સંસ્‍કૃતિમાં પ્રચાર-પ્રસાર માટે અગાઉ ગામઠી અને લોકભોગ્‍ય બોલીમાં નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ભવાઇ, ભજન-કિર્તન, લોકડાયરા, કઠપૂતળી જેવા પરંપરાગત માધ્‍યમનો ઉપયોગ કરીને પ્રચાર-પ્રસાર કરવામાં આવતો હતો. આજે પણ આ કલાનો વારસો જળવાઇ રહેલો છે.

મહીસાગરમાં ભવાઇના કલાકારે કોરોના અંગે જાગૃતિ માટે ગામે-ગામ પ્રચાર કર્યો

ભવાઇ, લોક ડાયરો અને રાવણ હથ્‍થાના જાણીતા કલાકાર છે વિજાનંદ તુરી

કોરોના મહામારી સામે સાવચેત રહેવા માટે જાગૃતિ ફેલાવાના હેતુસર મહીસાગર જિલ્‍લાના લુણાવાડા તાલુકાના જૂના ભલાડા ગામના વિજાનંદ તુરી કે જેમને પરંપરાગત માધ્‍યમ અને ખાસ કરીને ભવાઇ, લોક ડાયરો અને રાવણ હથ્‍થાના જાણીતા કલાકાર છે. તેમને લુણાવાડા અને ખાનપુર તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના નગરજનોમાં જાગૃતિ આવે તે માટે વિજાનંદ તુરીએ ગામઠી અને લોકભોગ્‍ય બોલીમાં ગ્રામજનોને સમજાય તેવી ભાષામાં કોરોના વાઇરસની ગંભીરતા સમજાવવાની સાથે સાથે રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓ અને માર્ગદર્શિકો સમજાવવાની અને તેનાથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય, ઘરની બહાર નીકળો તો માસ્‍ક પહેરીને જ નીકળો, સોશિયલ ડિસ્‍ટન્‍સિંગનું પાલન કરો, વારંવાર સાબુ/સેનિટાઇઝરનો ઉપયોગ કરીને હાથ સાફ રાખો તેમજ કોરોનાની વેક્સિન મૂકાવીને પોતાની જાતને સુરક્ષિત રાખો વગેરે બાબતોની સમજણ આપી ગ્રામ્‍યજનો સુરક્ષિત રહે તે માટે આરોગ્‍ય વિષયક સંદેશો પહોંચાડવાની કામગીરી કરી હતી.

પ્રાંત અધિકારી અને મામલતદારે પણ તેમની આ કામગીરીને બિરદાવી

વિજાનંદ તુરીના આ માનવીય અભિગમ અને કોરોના મહામારીના કપરા સમયમાં પોતાના સ્‍વખર્ચે કરવામાં આવેલી આ અનોખી સેવાને વિવિધ ગામોના સરપંચ સહિત લુણાવાડાના પ્રાંત અધિકારી અને મામલતદારે પણ બિરદાવીને અને પ્રમાણપત્ર આપી પ્રોત્‍સાહિત કર્યા હતા. કોરોનાના આ કપરા કાળમાં અનેક સેવાભાવી-સ્‍વૈચ્‍છિક-ધાર્મિક સંસ્‍થાઓ સહિત અનેક દાતાઓએ તન-મન-ધનથી નાગરિકોની સેવા કરી છે, ત્‍યારે પરંપરાગત માધ્‍યમના આ કલાકારે પોતાની કલા જીવંત રાખવાની સાથે કોરોના સામે જાગૃતિ અભિયાન આદરી અનોખી સેવા કરી હતી.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.