મહીસાગર: કડાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર માલવણની આરોગ્ય ટીમ દ્વારા તાલુકા લાયઝન અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા હેલ્થ્ ઓફિસરના માર્ગદર્શન હેઠળ કોમોર્બિડ દર્દીઓને દસમુલ અને પથ્યાલદી કવાથ મિશ્રત આયુર્વેદિક ઉકાળાના 497 પેકેટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યા હતા.

જે તેઓની રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે કોરોના સંક્રમણની સામે રક્ષણ પુરૂં પાડશે. આરોગ્યો ટીમના સર્વે દરમિયાન અસ્થમાના-40, બી.પી.ના-255, કેન્સરના-10 અને ડાયાબિટીસના-152 દર્દીઓ મળીને કુલ 497 દર્દીઓને પાંચ દિવસ ચાલે તેવી રીતે તૈયાર કરેલા પેકેટ આપી તેનો ઉપયોગ કરવાની રીત પણ સમજાવવામાં આવી હતી.

આ ઉપરાંત તમામને જરૂરી આરોગ્યલક્ષી સૂચનાઓ આપી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તેમજ ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવા વારંવાર સાબુથી હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા.