મહિસાગર: તારીખ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે મહેસાણા જિલ્લાની એક શાળામાં માતૃપૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આસારામની આરતી કરવામાં આવી હતી. જેના કારણે મોટો વિવાદ થયો હતો. આ સરકારી શાળામાં આવા આરોપીઓનું પૂજન કરતા મામલો ગરમાયો હતો. જેના પડધા જિલ્લાના શિક્ષણવિભાગમાં પડ્યા હતા. આસારામની આરતી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતા કુલ પાંચ શિક્ષકોને જવાબદાર ગણાવાયા હતા. આ જવાબદાર શિક્ષકોની મહેસાણાથી કચ્છ બદલી વીજવેગે કરી દેવામાં આવી હતી. જેઓને તાલુકાની પ્રાથમિક શાળાની જવાબદારી સોંપવામાં આવી હતી.
ખુલાસો દેવો પડશે: આ મામલે શિક્ષણસંઘ સંગઠનના પ્રમુખ બિપિન પટેલને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. એક તપાસના અંતે આ પરિણામ સામે આવ્યું છે. મુવાડા ગામની પ્રાથમિક શાળામાં આ ઘટના બની હતી. જેને લઈને શિક્ષણાધિકારી પણ મેદાને આવ્યા હતા. આ કેસમાં મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષણસંઘ સંગઠનના પ્રમુખ બિપિન પટેલને શૉ કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. બન્ને વ્યક્તિઓએ બે દિવસમાં ખુલાસો દેવો પડશે. એ પછીની કામગીરી આગળ વધશે.
આ પણ વાંચો Mahisagar Crime : 21 શખ્સોની પોલીસે તીન પત્તી અટકાવી, બે આરોપી વોન્ટેડ
પ્રાથમિક સ્કૂલમાં ઓર્ડર: આ કેસમાં પ્રાથમિક શાળાના મધુબેન બળવંતસિંહ પગી, પ્રદિપકુમાર હરીદાશ પટેલ, બિપીનકુમાર મુળજીભાઈ પટેલ અને અંકિત કુમાર મહેશ કુમાર પંડ્યાની કચ્છમાં બદલી કરી દેવામાં આવી છે. આ કેસમાં ચાર્જશીટ કરવા સુધીની કામગીરી થઈ છે. બિપિન પટેલને કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના સુધીરા વાંઢ સરકારી શાળામાં જવાબદારી સોંપાઈ ચૂકી છે. જ્યારે બાકીના ચાર શિક્ષકોને જંગડિયા, ભારાવાંઢ તથા શેરવો પ્રાથમિક સ્કૂલમાં ઓર્ડર આપી દેવામાં આવ્યા છે.
સંદેશો પણ આપ્યો: સ્કૂલમાં આસારામની આરતી ઊતારતા શિક્ષણજગતમાં શરમજનક ઘટના બની હતી. આ અંગે શિક્ષણવિભાગે ગંભીરતાથી નોંધ લઈને આકરા પગલાં લીધા છે. આ નિર્ણય કરીને શિક્ષણવિભાગે સાબિત કર્યુ છું કે, આવા કૃત્યને ક્યારેક ચલાવી લેવામાં નહીં આવે. એક બાજું જ્યાં આસારામ પોતાના કુકર્મની સજા કાપી રહ્યો છે એવામાં એક દુષ્કર્મીની આરતી ઊતારાતા અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા હતા.
પોતાના વાલીનું સન્માન: જેનો વીડિયો વાયરલ થતા અનેક પ્રકારની ચર્ચા થવા લાગી હતી. શિક્ષણવિભાગ સુધી આ વીડિયો પહોંચતા તાત્કાલિક આ અંગે પગલાં લેવામાં આવ્યા હતા. આ કેસમાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.અવનીબા મોરીએ 17 ફેબ્રુઆરી સુધીમાં કોઈ એક દિવસે બાળકો પોતાના વાલીનું સન્માન કરે એવો દિવસ ઉજવવા પ્રેરક સંદેશો પણ આપ્યો હતો.