લુણાવાડા: કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરવા માટે સમગ્ર ગુજરાતમાં 30 એપ્રિલ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પરંતુ લોકડાઉનના કારણે જે ખેડૂતો અરજી કરવાથી વંચિત રહ્યાં હતા તેવા ખેડૂતો આ યોજનાનો વધુ લાભ લઇ શકે તે માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજીની મુદત 31 મેં સુધી લંબાવામાં આવી છે.
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરવા માટે સમગ્ર ગુજરાતમાં 30 એપ્રિલ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં કોવીડ-19ના સંક્રમણ અને લોકડાઉનની પરિસ્થિતીને કારણે ખેડૂતો અરજી કરવાથી વંચિત રહેલા હોવાનું સરકારના ધ્યાને આવતા ખેડૂત હિતમાં વધુમાં વધુ ખેડૂતો ખેતીવાડી વિભાગ યોજનાઓનો લાભ મેળવી શકે તે હેતુથી સરકાર દ્વારા મુદતમાં વધારો કરી 31 મેં સુધી ફરીથી આઈ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આથી અરજી કરવાથી વંચિત રહેલ મહીસાગર જિલ્લાના ખેડૂતો યોજનાઓમાં ઉપરોકત તારીખ સુધી અરજી કરી શકશે.
જેમાં કૃષિ યાંત્રિકરણના સાધનો જેવા કે, ટ્રેક્ટર, રોટાવેર, થ્રેસર, કલ્ટીવેટર, પ્લાઉ, વગેરે સિંચાઇ સુવિધાના સાધનો જેવા કે, સબમર્સીબલ પંપસેટ, અન્ડર ગ્રાઉન્ડ પાઇપલાઇન, ખુલ્લી પાઇપલાઇન જેવા સાધનોમાં સહાય મેળવવા માટે ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકે છે.
આ સહાય યોજનાઓનો ઓનલાઇન અરજી કરવા માટે પોતાના ગામના વી.સી.ઇ. પાસે અરજી કરાવી શકશે વિસ્તૃત માહિતી માટે જે તે ગામના ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી, તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવા મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારી સમિત પટેલ દ્વારા જણાવાયું છે.