ETV Bharat / state

સંજીવની કહેવાતી 108 એમ્બ્યુલન્સની લોકડાઉનમાં સરાહનીય કામગીરી - કોરોનાના લક્ષણો

લુણાવાડા સમગ્ર ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવા આકસ્મિક સેવાઓમાં ઉત્તમ ઉદાહરણ બની રહી છે. હાલની કોરોના સામેની લડતમાં લુણાવાડા શહેર અને મહીસાગર જિલ્લાના તમામ ગામના લોકોની સાથે પણ આ 108 એમ્બ્યુલન્સ સેવાએ કેટલાય લોકોના જીવ બચાવ્યા છે.

સંજીવની કહેવાતી 108 એમ્બ્યુલન્સની લોકડાઉનમાં સરાહનીય કામગીરી

author img

By

Published : Apr 5, 2020, 9:45 AM IST

મહીસાગરઃ જિલ્લામાં 12 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત છે. તેમાં લુણાવાડા સરકારી હોસ્પિટલ ખાતે એક સ્પેશિયલ કોરોનાની સારવાર માટે 108 મૂકવામાં આવી છે.

કોરોનાના શંકાસ્પદ કેસોનું નિરાકરણ તેમજ તબીબી સારવાર અપાવવા માટે છે. તે બધી જ ઇમરજન્સી સેવાઓ તેમજ પ્રવર્તમાન કોરોનાની મહામારીના જંગમાં એક સૈનિક બનીને કોરોના કે, અન્ય પ્રકારની ઇમરજન્સી સેવાઓ માટે ઘરેથી હોસ્પિટલ સુધી પહોંચાડીને તબીબી સેવાઓ અપાવવા માટેની સરાહનીય કામગીરી 24 કલાક કરી રહી છે.

મહીસાગર જિલ્લાની 108 સેવાઓ દ્વારા અત્યાર સુધી માર્ચ મહિનાની કુલ 1899 જેટલી ઇમરજન્સી કેસ હેન્ડલ કરવામાં આવ્યા છે. એમાં પણ છેલ્લા દસ દિવસમાં લોકડાઉનની પરિસ્થિતિમા 20 જેટલા કોરોના શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં સમયસર પહોંચાડી તેમજ દાખલ કરી ઉત્તમ સેવા પૂરી પાડી છે.

કોરોનાની મહામારી સામેની લડતમાં જિલ્લાના કોરોન્ટાઇલ દર્દીઓએ વધુ જાણકારી માટે ગુજરાત સરકારીની હેલ્પલાઇન 1100 અને 10નો સંપર્ક કરીને વધુ જાણકારી મેળવવી તેમજ કોઇપણ આકસ્મિક પરિસ્થિતમાં 108ની સેવાઓ દરેકની સાથે 24 કલાક છે. જેથી નિશ્ચિતપણે ઘરે રહી સલામત રહો અને કોરોનાના સંક્રમણને રોકવા મદદરૂપ બનો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.