લૂણાવાડા : લુણાવાડાના પૂર્વ રાજવી મહારાજા ભીમસિંહએ કરેલી પ્રેરણા સાકાર થતા આ નગરને પ્રારંભમાં લાવ્ણ્યપુરી કે લવણપુરી તરીકે જાણીતું હતું. આ ઐતિહાસિક સુપ્રસિદ્ધ સોલંકી વંશના મહાકુમારોની શાખાનું સોલંકી રાજપૂતોનું ઇસ 1434 માં વૈશાખ સુદ 3 અખાત્રીજના રોજ લૂણાવાડા નગરની સ્થાપના થઈ હતી. ત્યારે આજે લૂણાવાડા નગરનો 590મો સ્થાપના દિન છે આજે શનિવારે લુણાવાડાના લૂણેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા પૂજા તથા વિવિધ કાર્યક્રમો યોજાયાં હતાં.
આજે લૂણાવાડાનગરનો 590મો સ્થાપના દિવસ : ત્યારે સ્થાપના દિન ઉત્સવ સમિતિના વાઈસ ચેરમેન પુષ્પેન્દ્રસિંહજી સોલંકી અને લૂણાવાડા નગરપાલિકા ચેરમેન આઈ.એચ.પટેલના હસ્તે લૂણેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાપૂજા કાર્યક્રમ યોજાયો છે. તેમજ રાત્રિના સમયે ફુવારાચોક ખાતે સંગીત સંધ્યાનું અયોજન કરવામાં આવશે.લૂણાવાડામાં નગરસેવા સદન અને રાજમહેલ અને રાજમહેલના ટાવર જેવા ઐતિહાસિક સ્થળો ઉપર રોશની કરવામાં આવી છે.
મહાદેવજીની સવારી નીકળી : લૂણેશ્વર મહાદેવજીની સવારી મંદિરેથી નગર સેવાસદન સુધી વોરા સમાજના મ્યુઝિકલ બેન્ડની અચૂક હાજરી સાથે અદભુત સવારી નગરમાં ફરી નગરના સર્વે સમાજના આગેવાન લોકો મહાદેવજીની સવારીમાં જોડાવાનો લાભ લીધો હતો. આ સવારીમાં નગરપાલિકાના વહીવટદાર અને પુષ્પેન્દ્રસિંહજી, નગરપાલિકા પ્રમુખ અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા. લૂણેશ્વર મહાદેવના નામ પરથી ગામનું નામ લૂણાવાડા રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો લૂણાવાડામાં શ્રાવણ માસ શરૂ થતાં લૂણેશ્વર મહાદેવમાં ભક્તો દર્શન માટે ઉમટ્યાં...
મહારાજા ભીમસિંહજીએ નગરનો પાયો નાખ્યો હતો : લૂણાવાડા નગરનો આજે 590મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. લૂણાવાડાના પાયાના પથ્થર સમાન છે જેના નામ પરથી લૂણાવાડા નામાંભિધાન થયું તેવા લૂણનાથ ઋષિએ લૂણાવાડાના રાજવી મહારાજા ભીમસિંહએ કરેલી પ્રેરણા સાકાર થતા આ નગરને પ્રારંભમાં લાવ્ણ્યપુરી કે લવણપુરી તરીકે જાણીતું હતું. આ ઐતિહાસિક સુપ્રસિદ્ધ સોલંકી વંશના મહાકુમારોની શાખાનું સોલંકી રાજપૂતોનું ઇસ 1434માં વૈશાખ સુદ 3 અખાત્રીજના રોજ લૂણાવાડા નગરની સ્થાપના થઈ હતી. લૂણાવાડા નગરના સ્થાપના દિન ઉત્સવ સમિતિના વાઈસ ચેરમેન પુષ્પેન્દ્રસિંહજી સોલંકી અને નગરપાલિકા ચેરમેન આઈ.એચ.પટેલના હસ્તે લુણેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા પૂજા કરવામાં આવી તેમજ રાત્રિના આઠ કલાકે કુવારા ચોક ખાતે સંગીત સંધ્યાનું અયોજન કરવામાં આવશે.
અખાત્રીજે રાજગાદીની સ્થાપના થઇ હતી : વખતો વખતના આ પેઢીના રાજાઓને રાજ કરી નગરનું સ્થાપન કર્યું છે. 900 એકરમાં પથરાયેલું સ્વરૂપસાગર તળાવ લૂણાવાડા નગર ગીરીમાળાની તળેટીના કિલ્લામાં વસેલું શહેર છે. ક્ષત્રિયમાં અગ્રહરોળની ચૌલુકય વંશની વડીલ શાખાનું સોલંકી રાજપૂતોના શાસન સમયનું આ નગર છે. લૂણાવાડાનો ઇતિહાસ લગભગ 600 વર્ષથી વધુ પુરાણો છે. ઇ.સ.1934ના વૈશાખ સુદ ત્રીજના રોજ મહારાજા ભીમસિંહજીએ લૂણાવાડામાં સમારંભ યોજી નગરનો પાયો નાખ્યો અને રાજગાદીની સ્થાપના કરી હતી. મહારાજા ભીમસિંહજીએ લૂણાવાડા વસાવતા પહેલા દેવપાલની સ્થાપના કરી હતી. જે હાલડીયા પટ્ટણ તરીકે ઓળખાય છે. રાજા ભીમસિંહજીએ નાથ સંપ્રદાયના લૂણનાથબાબા જેમણે મનૌહરનાથજી અખાડો સ્થાપ્યો તેમની પ્રેરણા તેમજ નગર દેવતા લૂણેશ્વરની કૃપાથી તેમના નામ પરથી લૂણાવાડાની સ્થાપના કરી હતી.
લૂણેશ્વર મંદિરના 507 વર્ષ પૂર્ણ થતા જીર્ણોદ્વાર : વિક્રમ સંવત 1981માં શુભદિને મંદિર પર ચાંદીનો કળશ ચઢાવવામાં આવ્યો હતો. મહારાણી સ્વરૂપકુંવરબા જેઓ મહારાજા વખતસિંહજીના ધર્મપત્ની હતાં તેમના નામ પરથી ઇ.સ.1899માં (છપ્પનીયા કાળ) વરધરી નજીક 900 એકરમાં પથરાયેલું તળાવ જે આજે સ્વરૂપસાગર તરીકે ઓળખાય છે તે બનાવડાવ્યું હતું.
સોલંકી કુળના રાજવીઓએ ખૂબ જ સુંદર કાર્યો કર્યા : ઇ.સ.1912 માં દોલત કુંવરબા ડિસ્પેન્સરીની સ્થાપના કરવામાં આવી હતી અને સજજન કુંવરબાએ સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી. ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર સ્વ.નંદશંકર તુલજાશંકર મહેતાએ ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કરણઘેલોની રચના લૂણાવાડામાં કરેલી. કિસનસાગર તળાવ ઉપર આવેલ ભવ્ય શિવમંદિર નંદકેશ્વર મહાદેવ તેમની ભેટ છે. જયાં હાલમાં ગણેશ વિસર્જન થાય છે. મહારાણા વીરભદ્રસિંહજીના મોટા ભાઈ યુવરાજ લાલસિંહજીના નામ પરથી લાલસિંહજી સાર્વજનિક લાયબેરીની સ્થાપના કરવામાં આવી. જે હાલમાં શહેરા દરવાજા પાસે આવેલી છે. જે જિલ્લાની દસ લાયબ્રેરીઓમાંની એક છે.
હરિજનો માટે મંદિરો ખુલ્લાં મૂકાયાં હતાં : ઇ.સ. 1944ની સાલમાં લૂણાવાડા રાજયના મંદિરો હરિજનો માટે ખુલ્લા મૂકાયા. જેને સર્વ લોકોએ આવકાર્યા. મહાત્મા ગાંધીજીએ તેના વખાણ કર્યા. ગામદેવી દેવળમાતાના પુરાણા મંદિરે નવરાત્રિના નવે નવ દિવસ દેવીનું સ્મરણ પૂજન થાય તેવી વ્યવસ્થા આજે પણ ચાલુ છે. દશેરાના દિવસે દેવળ માતાએ ગરબો વળાવવા જવાની પરંપરાનું પાલન થાય છે. દેવળમાતા એ નાગરોની કુળદેવી પણ મનાય છે. સોલંકી કુળના રાજવીઓએલૂણાવાડામાં ખૂબ જ જનઉપયોગી કાર્યો કર્યા છે.