- આમ આદમી પાર્ટીના અરવિંદભાઈ પટેલ 1409 મત સાથે વિજયી
- ભાજપે 1108 તેમજ કોંગ્રેસે 474 મત મેળવ્યા
- વિજયોત્સવમાં કાર્યકર્તાઓ અને ગામલોકોનું અભિવાદન કર્યું
મહીસાગરઃ જિલ્લામાં કારંટા તાલુકા પંચાયત બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ પટેલ 1409 મત સાથે વિજયી થયા છે અને ભાજપને 301 મતથી પછડાટ આપી છે. આ ચૂંટણીમાં ભાજપે 1,108 તેમજ કોંગ્રેસે 474 મત મેળવ્યા છે. આમ આદમી પાર્ટીના કારંટાના લોકો માટે આ ખૂબ મોટી જીત છે. આમ આદમી પાર્ટીએ ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.
AAP જિલ્લા સંગઠનમાં ઉત્સાહ ફરી વળ્યો
કારંટામાં આદમી પાર્ટીના અરવિંદભાઈ પટેલની જીત અને વિજયોત્સવમાં જિલ્લા પ્રમુખ પ્રશાંત ગુર્જર, જિલ્લા મહામંત્રી હિરેન શ્રીમાળી તેમજ જિલ્લા સંગઠનમંત્રી પર્વતભાઈ વાદીએ હાજર રહી કાર્યકર્તાઓ અને ગામલોકોનું અભિવાદન કર્યું અને આભાર માન્યો છે.