- સાઈકલમાં 24 વોલ્ટની લિથિયમ આયન બેટરીનો ઉપયોગ
- બે વ્યક્તિ બેસી શકે તે પ્રમાણે સીટની વ્યવસ્થા
- બેટરીના ચાર્જિંગ બાદ એક બેટરી 50 કિ.મી.થી વધુની એવરેજ આપે છે
મહીસાગર: જિલ્લાના બાલાસિનોરમાં બેકરીના ધંધા સાથે સંકળાયેલા મિથુન એન.મહેતા નામના યુવાને બેટરીનો ઉપયોગ કરી સાઈકલની રચના કરી છે. આ યુવકે 24 વોલ્ટ D.C.ની લિથિયમ આયન બેટરીનો ઉપયોગ અને 24 વોલ્ટની મોટરનો ઉપયોગ કરી સાઈકલ બનાવી છે. આ સાથે સાઈકલમાં હોર્ન અને લાઈટની સુવિધા પણ ગોઠવી છે. જે બાઈકની ગરજ સારે છે. અત્યારે બજારોમાં મળતી સાઈકલોની સરખામણીમાં આ સાઈકલની વિશેષતામાં ઘણો તફાવત છે.
આ પણ વાંચો: રાઈડ વિથ શી ટીમ: મહિલા દિન પર ફીટ ઇન્ડિયા દ્વારા સાઈકલ રેલી કાઢવામાં આવી
સીંગલ બેટરી હોવાથી તેની એવરેજ 20થી 25 કિ.મી.
મિથુન મહેતાનું કહેવું છે કે, બજારમાં મળતી સાઈકલમાં સીંગલ બેટરી હોવાથી તેની એવરેજ 20થી 25 કિ.મી.ની હોય છે. જેમાં સીંગલ સીટની વ્યવસ્થાથી સીંગલ વ્યક્તિ જ સવારી કરી શકે છે અને તેમાં હોર્ન અને લાઈટની સુવિધા પણ હોતી નથી. જ્યારે મેં તૈયાર કરેલી સાઈકલમાં 24V D.C.ની બે લિથિયમ આયન બેટરીના ઉપયોગ કર્યો છે. જે સાઇઝમાં નાની હોવાથી સીટ નીચે ગોઠવી ઓછી જગ્યા રોકતા બે વ્યક્તિ બેસી શકે તે પ્રમાણે સીટ બનાવી છે. વધુમાં લિથિયમ આયન બેટરીના ફુલ ચાર્જિંગ બાદ એક બેટરી 50થી 55 કિ.મી.ની એવરેજ આપે છે.
આ પણ વાંચો: 'સાઈકલ ચલાવો પર્યાવરણ બચાવો' ના સંદેશા સાથે ગાંધીનગરથી સાઈકલ યાત્રા પહોંચી અંબાજી
સાઈકલ બિન પ્રદૂષણકારી અને આર્થિક રીતે સસ્તી
બે બેટરીના ઓલ્ટરનેટ ઉપયોગથી 100 કિ.મી. ઉપરાંત એવરેજ મળે છે. આજના સમયમાં પેટ્રોલ દિવસે-દિવસે ખૂબ જ મોંઘુ થતું જાય છે, ત્યારે આ પ્રકારે બેટરીના ઉપયોગથી તૈયાર કરેલી સાઈકલ બિન પ્રદૂષણકારી અને આર્થિક રીતે સસ્તી પડે છે.