મહીસાગર: સમગ્ર ગુજરાતમાંથી વિશ્વબેંકની ગ્રાન્ટનો સૌથી વધુ ઉપયોગ કરનારા બે જિલ્લાઓ મહીસાગર અને દાહોદને આ બેઠકમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં યોજાયેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં ગુજરાતના બે જિલ્લાઓ પૈકી મહીસાગર જિલ્લાવતી જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. નેહાકુમારીએ આ પ્રેઝન્ટેશનમાં જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામિણની સર્વગ્રાહી સમીક્ષા, સંસ્થા ગત માળખાઓની સાર સંભાળ,પર્યાવરણમાં સંતુલન, સમાન ધોરણે પ્રોજેક્ટનો લાભ અને લોક ભાગીદારીમાં સાતત્યતાના પરિણામોની સ્થિરતા જાળવી રાખવાની યોજના, પ્રોત્સાહક ભંડોળ, કાર્યક્રમનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો.
આ બેઠકમાં મહીસાગર જિલ્લાની સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અંતર્ગત થયેલી કામગીરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ આ બેઠકમાં મળેલા માર્ગદર્શનનો અમલ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
નેહા કુમારીએ જિલ્લાની કામગીરીને મળેલા પ્રોત્સાહનથી કર્મયોગીઓનો ઉત્સાહ વધારતા તેમને બમણા વેગથી સ્વચ્છ ભારત મિશનની કામગીરીને કાર્ય કરવા અંગે સંકલ્પ વ્યકત કર્યો હોવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવ સહિત કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.