ETV Bharat / state

આદિવાસી મહિલાઓ દ્વારા મેઘરાજાને રીઝવવા અનોખો પ્રયાસ - કડાણા

મહીસાગરઃ જિલ્લાના કડાણા તાલુકામાં બીજા અન્ય તાલુકા કરતા ઓછો વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકો સુકાઈ જવાની ભીંતિ છે. છેલ્લા 24 કલાકમાં કડાણા તાલુકામાં 0 મીમી વરસાદ નોંધાયો છે. ત્યારે આદિવાસી મહિલાઓ પુરુષોનો વેશ ધારણ કરી ધાડ પાડવા નીકળી છે અને મેધરાજાને અનોખી રીતે રીઝવાનો પ્રયાસ કરે છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 31, 2019, 3:23 AM IST

સમગ્ર મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર એન્ટ્ર કરી છે અને સમગ્ર જિલ્લામાં ધીમી ધારે અવરિત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સમગ્ર જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જિલ્લાવાસીઓને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ કડાણા તાલુકામાં બીજા અન્ય તાલુકા કરતાં ઓછો વરસાદ પડ્યો હોવાથી મહીસાગર જિલ્લાનામાં આદિવાસી મહિલાઓ પુરુષોનો વેશ ધારણ કરી ધાડ પાડવા નીકળી છે.જિલ્લાના કડાણા તાલુકાના આદિવાસી ગામડાઓની મહિલાઓ વરસાદને મનાવવા નીકળી હતી. પોતાના સુકાતા પાકને બચાવવા માટે મહિલાઓએ પુરુષોનો વેશ ધારણ કર્યો હતો હાથમાં તિરકામઠા, ધારીયા, લાકડી દાંતરડા જેવા ઓજારો લઈને આદિવાસી ગીતો સાથે ગામના મંદિરે ઝુમ્યા હતા અને વરસાદ પડે તે માટે માનતા રાખી હતી. આમ જિલ્લાની આદિવાસી મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે મેઘરાજાને રીઝવવા અનોખા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આદિવાસી મહિલાઓ દ્વારા મેઘરાજાને રીઝવવા અનોખો પ્રયાસ

Intro: સમગ્ર મહીસાગર જિલ્લામાં ગઇકાલથી મેઘરાજા એ ફરી એકવાર શરૂઆત કરી છે અને સમગ્ર જિલ્લામાં ધીમી ધારે
અવરિત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સમગ્ર જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જિલ્લાવાસીઓને ગરમી અને
ઉકળાટથી રાહત મળી છે અને જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ જિલ્લાના કડાણા તાલુકામાં બીજા અન્ય
તાલુકા કરતાં ઓછો વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકો સુકાઈ જવાની ભીંતિ છે. છેલ્લા 24 કલાકમાં કડાણા
તાલુકામાં 0 મીમી વરસાદ નોંધાયો છે.
Body: મહીસાગર જિલ્લાનામાં આદિવાસી મહિલાઓ પુરુષોનો વેશ ધારણ કરી ધાડ પાડવા નીકળી છે. આજરોજ સવારથીજ
જિલ્લાના કડાણા તાલુકાના આદિવાસી ગામડાઓની મહિલાઓ વરસાદને મનાવવા નીકળી હતી. પોતાના સુકાતા પાકને
બચાવવા માટે મહિલાઓએ પુરુષોનો વેશ ધારણ કર્યો હતો હાથમાં તિરકામઠા, ધારીયા, લાકડી દાંતરડા જેવા ઓજારો લઈને
આદિવાસી ગીતો સાથે ગામના મંદિરે ઝુમ્યા હતા અને વરસાદ પડે તે માટે માનતા રાખી હતી. આમ જિલ્લાની આદિવાસી
મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે મેઘરાજાને રીઝવવા અનોખા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.