મહીસાગર: મહીસાગર પોલીસે ગણતરીના જ કલાકોમાં પોતાની જ શાળાની એક સગીર વિદ્યાર્થીની પણ બળાત્કાર ગુજારનાર આરોપી આચાર્યને દબોચી લીધો છે. પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ શરુ કરી હતી. આરોપી આચાર્ય વડોદરાથી ઝડપાયો છે. પોલીસે બળાત્કારી રાજેશ પટેલના મેડિકલ રિપોર્ટ સહિતની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત ઘટના સ્થળ સહિત અન્ય કોઈ ઈસમ મદદમાં સામેલ છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે.
ચા પીવા બોલાવી કર્યો બળાત્કાર: આચાર્ય રાજેશ પટેલ અગાઉ લુણાવાડાની કિસાન હાઈસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. જેને લઇ વિદ્યાર્થીની તેને ઓળખતી હતી. વિદ્યાર્થીની લુણાવાડા ખરીદી કરવા આવી. તે સમયે આચાર્યએ તકનો લાભ ઉઠાવી વિદ્યાર્થિનીને ચા પીવા માટે ઘરે બોલાવી હતી. વિદ્યાર્થીને ઘરે લઈ ગયા બાદ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી વિદ્યાર્થીનીને તેના ગામની સીમમાં છોડી આચાર્ય ભાગી છૂટયો હતો.
આરોપી સામે પોસ્કો હેઠળ ગુનો: સમગ્ર બનાવની જાણ સગીરાના પરિવારજનોને થતા સગીરાને લઈ લુણાવાડા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. સગીરાને હાલ સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર હેઠળ રાખવામાં આવી છે. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
જાગવડ હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રાજેશ પટેલને એક વિદ્યાર્થિની લુણાવાડા ટાઉન ખાતે મળી હતી. તેમણે વિદ્યાર્થિનીને ચા પીવા માટે ઘરે બોલાવીને પોતાના મકાને લઈ ગયો હતો અને તેની ઉપર બળાત્કાર કર્યો હતો. - પી.એસ.વળવી, DYSP, મહિસાગર