ETV Bharat / state

મહીસાગરમાં પ્રવાસનના પ્રોજેક્ટ પર કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ - mahisagar collector

મહીસાગરમાં ગુરુવારે ગુજરાતના પ્રવાસન વિકાસની સાથે સ્થાનિક રોજગારી અને પર્યટકોને આકર્ષવાના બહુહેતુક અભિગમ અંતર્ગત જિલ્લાના પ્રવાસન હસ્તકના પ્રોજેક્ટ/સાઇટ પર કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા બેઠક કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.

etv bharat
મહીસાગર: પ્રવાસનના પ્રોજેક્ટ/સાઇટ પર કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ
author img

By

Published : Jul 16, 2020, 6:24 PM IST

મહીસાગર : ગુજરાતના પ્રવાસન વિકાસની સાથે સ્થાનિક રોજગારી અને પર્યટકોને આકર્ષવાના બહુહેતુક અભિગમ અંતર્ગત જિલ્લાના પ્રવાસન હસ્તકના પ્રોજેક્ટ/સાઇટ પર કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા બેઠક ગુરુવારે કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષતામાં યોજાઇ હતી.

જેમાં જિલ્લાના ઇકો ટુરીઝમ સ્થળોના વિકાસ સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અંગેના રચનાત્મક સૂચનો જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ સબંધમાં કલેશ્વરી સાઇટનો વિકાસ, કેદાર સાઇટ વિકાસ, કડાણા સાઇટ વિકાસ, સ્વરૂપ સાગર તળાવ વિકાસ તેમજ માનગઢ હિલના વિકાસ કામ અંગેની ચર્ચા માટે બેઠક યોજવામાં આવી હતી.

રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્ક ખાતે વન વિભાગ હસ્તક વિકાસના કામો માટે રાજ્ય સરકાર પ્રવાસન વિભાગ તરફથી 13.91 કરોડની ગ્રાન્ટ મળેલી હોવાથી તે અંગે જરૂરી વન વિભાગને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જેમાં કંમ્પાઉન્ડ વોલ, ડેકોરેટીવ વર્કસ ઓફ ફ્રન્ટ વોલ ઓફ એન્ટ્રસ, પાથ વે, કલ્વર્ત કમ ચેક ડેમ ન પાથ વે, પ્લાન્ટેશન, મેઇન ગેટ રૈયોલી સોરસ, મેઇન ગેટ રાજા સોરસ અને નાના ગેટના કામો હાથ ધરવામાં આવશે.

આ પ્રોજેક્ટના વિકાસના કામો બાબતો આર્કિટેક એજન્સી તથા જિલ્લાના સબંધિત અધિકારીઓને કામગીરી સોપવા અંગેની ચર્ચા તથા પ્રવાસન સ્થળોની થયેલી કામગરીની બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા આયોજન અધિકારી આર.આર.ભાભોર તથા અને સબંધિત અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.