આ લોક અદાલતમાં સમાધાન લાયક કેસ જેવા કે ફોજદારી સમાધાન લાયક કેસ, નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ કલમ-138ના કેસ, બેન્ક રીકવરીના કેસ, અકસ્માત વળતરના, મજૂર ડીસપ્યુટના, જમીન સંપાદનના કેસીસ, ફેરફાર/ ભાગલા/ વિભાજન/ ભાડા/ બેન્ક/ વસુલાત/ સુખાધિકારીના હક્કો વગેરેના દિવાની દાવાઓ, વીજળી અને પાણીના બીલના, પ્રીલીટીગેશન, રેવન્યુ, ભરણ પોષણના તથા કૌટુબિંક ઝઘડા અંગેના કેસીસ તેમજ અન્ય સમાધાન લાયક કેસીસનો સમાધાનપૂર્વક નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવેલું છે.
આ લોક અદાલતમાં કેસ મુકવા ઇચ્છતા પક્ષકારો, વકીલોએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહિસાગર-લુણાવાડા તથા મહિસાગર જિલ્લાની જે તે તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનોનો સંપર્ક કરવાનો રહેશે.