ETV Bharat / state

કડાણાને વિકાસ પંથે આગળ ધપાવવા જિલ્લા સેવાસદનમાં બેઠક યોજાઇ

મહિસાગરઃ જિલ્લાના કડાણા તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે જિલ્લા સેવાસદનમાં જિલ્લા અધિકારીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ, ડી.આર.ડી.એ ડાયરેક્ટર જાદવ અને પ્રાયોજના વહીવટદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમણે વિવિધ વિભાગોના કાર્યોની સમીક્ષા કરી હતી.

કડાણાને વિકાસ પંથે આગળ ધપાવવા જિલ્લા સેવાસદનમાં બેઠક યોજાઇ
author img

By

Published : May 31, 2019, 7:17 AM IST

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં વિકાસના કાર્યોની સમીક્ષા કરવા તેમજ આગામી સમયને લઇને આયોજન કરવા માટે બેઠક યોજાઇ હતી. કડાણાને વિકાસના પંથે આગળ ધપાવવા માટે વર્ષ આધારે વિવિધ વિભાગોના સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રોજેકટ અમલમાં મૂકવા અંગે જણાવ્યું હતું. તો આરોગ્ય, શિક્ષણ, પશુપાલન, સિંચાઇ, પાણી પુરવઠા, રોજગાર તાલીમ અને વ્યક્તિગત લાભો તથા સામૂહીક લાભો વિશે ચર્ચા વિચારણા કરાઇ હતી.

આ બેઠકમાં અમલીકરણ અધિકારીઓ પ્રભારી સચિવ જાદવે જણાવ્યું હતું કે, આ તાલુકાને સરકાર તરફથી વિકાસ માટે અલગ -અગલ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સામુહિક ઇન્ફાસ્ટ્રકચર ડેવલોપ કરવા સરકારના જુદા-જુદા વિભાગો દ્વારા પણ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ ગ્રાન્ટનો સદ્ઉપયોગ થાય અને ખરેખર જરુરિયાતવાળા લોકોને લાભ મળે અને લોકોની આવકમાં વૃધ્ધિ થાય તેવા કાર્યોને અગ્રતા આપવામાં આવશે.

શિક્ષણ સહિતના મુદ્દા પર વાત કરતાં તેમણે કહ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો ખેતીવાડીમાં ટપક સિંચાઇ, દૂધ સંજીવની યોજના, બાગાયત વિભાગની યોજના, યુવાનોને રોજગારી અંગેની તાલીમ, હાડવેર નેટર્વકીંગ, ઉદવહન સિંચાઇ યોજના, સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી તેમજ કુપોષણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સુજલામ સુફલામ યોજના, ચેકડેમો, પશુપાલન અને મહિલા દૂધમંડળીઓ જેવી બાબતો અંગે થયેલો ખર્ચ વિશે વાત કરી હતી.

આ ઉપરાંત આગામી આયોજન અને યોજનામાં ગુણાત્મક સુધારા વધારા અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં અંગે સમીક્ષા કરી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટર આર.બી.બારડે ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને વિકાસશીલ કડાણા તાલુકાના વિકાસ કામો ઝડપથી પુર્ણ કરવા સુચના અપાઇ હતી.

R_GJ_MSR_02_30-MAY-19_SAMIKSHA BETHAK_SCRIPT_PHOTO_RAKESH

કડાણા વિકાસશીલ તાલુકા માટે વિકાસકામો અંગે સમીક્ષા બેઠક યોજાઈ.

લુણાવાડા, 
 
મહીસાગર જિલ્લાના કડાણા વિકાસશીલ તાલુકા માટે જિલ્લા સેવા સદનના સભાખંડમાં કડાણા વિકાસશીલ તાલુકાના પ્રભારી સચિવ આર.એમ.જાદવની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેકટર આર.બી.બારડ તેમજ જિલ્લા તાલુકાના અમલીકરણ અધિકારીઓની ઉપિસ્થતીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કડાણા તાલુકાના વિકાસકામો અને થયેલી પ્રગતિ વર્ષ વાઇઝ વિવિધ વિભાગોને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા પ્રોજેકટ, કડાણા તાલુકામાં અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં આરોગ્ય, શિક્ષણ, પશુપાલન, સિંચાઇ, પાણી પુરવઠા, રોજગાર તાલીમ અને વ્યક્તિગત લાભો તથા સામૂહીક લાભો અંગે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
    આ બેઠકમાં ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને પ્રભારી સચિવ જાદવે  જણાવ્યું  હતું  કે,  આ તાલુકાને  સરકાર તરફથી વિકાસ માટે અલગ  ગ્રાન્ટ  ફાળવવામાં  આવે છે. અને સામુહીક  ઇન્ફાસ્ટકચર  ડેવલોપ કરવા  સરકારના જુદા જુદા  વિભાગો  દ્વારા પણ અલગ અલગ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેનો સદઉપયોગ થાય ખરેખર જરુરીયાત વાળા લાભાર્થીને લાભ મળે લોકોની આવકમાં વૃધ્ધિ થાય તેમજ લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા કામોને અગ્રીમતા આપવા જણાવ્યું હતું. વધુમાં યોજેલી બેઠકમાં જણાવ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો ખેતીવાડીમાં ટપક સિંચાઇ, દૂધ સંજીવની યોજના, બાગાયત વિભાગની યોજના, યુવાનોને રોજગારી અંગેની તાલીમ, હાડવેર નેટવકીંગ, ઉદવહન સિંચાઇ યોજના, સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી તેમજ કુપોષણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સુજલામ સુફલામ યોજના, ચેકડેમો, પશુપાલન, મહીલા દૂધમંડળીઓ જેવી બાબતો અંગે થયેલો ખર્ચ અને આગામી આયોજન અને યોજનામાં ગુણાત્મક સુધારા વધારા અંગે જરૂરી  સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
          આ બેઠકમાં જિલ્લા કલેક્ટર આર.બી.બારડે ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને વિકાસશિલ કડાણા તાલુકાના વિકાસ કામો ઝડપથી પુર્ણ કરવા સુચના આપવામાં આવી  હતી.
       આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ, ડી.આર.ડી.એ ડાયરેક્ટર જાદવ, પ્રાયોજના વહીવટદાર અધિકારી નીનામા, પ્રાંત અધિકારીઓ, જિલ્લા આયોજન અધિકારી ચૌહાણ અને કડાણા તાલુકાના અધિકારીઓ તથા જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપિસ્થત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.