ETV Bharat / state

લુણાવાડામાં મુસ્લિમ સમાજના આગેવાનો સાથે જનજાગૃતિ સંવાદ બેઠકનું આયોજન કરાયું - Corona update of gujarat

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસ પ્રતિ જનજાગૃતિ આવે તેમજ સમાજના લોકોમાં કોરોનાને લઈને જે ડર છે તે દૂર થાય અને લોકોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે લુણાવાડામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મદીના મસ્જિદ ખાતે સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે જનજાગૃતિ સંવાદ બેઠક યોજવામાં આવી હતી.

લુણાવાડા ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે જનજાગૃતિ સંવાદ બેઠક મળી 

author img

By

Published : Jun 9, 2020, 5:50 PM IST

મહીસાગર: લુણાવાડામાં મુસ્લિમ સમાજમાં કોરોના બાબતે જાગૃતિ ફેલાવવાના પ્રયાસરૂપે જનજાગૃતિ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી સમાજના તમામ લોકો કોરોના વિશે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર મક્કમતાથી સામનો કરવા પ્રેરાય અને માનસિક તણાવ ન અનુભવે.

આ સંવાદ જનજાગૃતિ બેઠકમાં તમામ આગેવાનોને કોરોના રોગ અંગેનું માર્ગદર્શન, સાવચેતી માટે કેવા પગલા લેવા, અફવાઓથી દૂર રહેવું સામાજિક ઘૃણા, સામાજિક જવાબદારીઓ, જિલ્લામાં આપવામાં આવતી સારવાર, તંત્રની જવાબદારીઓ અને કરવામાં આવેલ કામગીરીની વિગતો, વહેલું નિદાન-વહેલી સારવાર, મૃત્યુદર ઘટાડવો જેવા વિવિધ મુદ્દાઓ પર નાનામાં નાની બાબતોની વિગતો આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ આરોગ્ય સેતુ એપ અંગેની જાણકારી આપવામાં આવી હતી. સર્વેને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા સમજ આપવામાં આવી હતી.

આ સંવાદ જનજાગૃતિ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.બી. શાહ, ફિઝિશિયન ડો. દિલીપ અગ્રવાલ, ડેટા મેનેજર સઇદ શેખ, ડો. દક્ષેશ પટેલ, જય મહેરાએ હાજર રહીને સમજ આપવાની સાથે બેઠકમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ મુંઝવતા પ્રશ્નોની રજૂઆત કરી તેનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.

બેઠકના અંતે ઉપસ્થિત સર્વે પોતાના વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવવા સહિત કોરોના વોરિયર બનવા માટે કટિબદ્ધ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.