મહીસાગર: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે 30 મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 11,183 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ 514 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. સોમવારે 2 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં 377 દર્દીઓ સાજા થતાં તેઓ ઘરે પરત ફર્યા છે.
જિલ્લાના 22 દર્દીઓ બાલાસિનોરની કોવિડ હોસ્પિટલ કે.એસ.પી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 25 દર્દીઓ હોમ આઈસોલેશન તો અન્ય 52 દર્દીઓ જિલ્લાની બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 92 દર્દીઓ સ્ટેબલ અને 5 દર્દીઓ ઓક્સિજન પર છે અને 2 દર્દીઓ વેન્ટીલેટર પર છે.