મહીસાગર: જિલ્લામાં રવિવારે લુણાવાડામાં 3 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મુખ્ય જિલ્લા અધિકારી ડૉ. એસ.બી. શાહના જણાવ્યા મુજબ અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 137 માંથી 124 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં કોરોનાથી 2 વ્યક્તિના મૃત્યુ થયાં છે. તેમજ અત્યાર સુધી સિઝનલફ્લુ/કોરોનાના કુલ 3652 રિપોર્ટ નેગેટીવ આવ્યા છે અને જિલ્લાના 240 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યાં છે.
જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 1 દર્દી કરમસદ મેડીકલ કોલેજ આણંદ ખાતે, 1 દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, 1 દર્દી ટ્રી કલર હોસ્પિટલ વડોદરા ખાતે અને 7 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ બાલાસિનોર ખાતે સારવાર હેઠળ છે.આમ, જિલ્લામાં કોરોના પોઝિટિવ આવેલા 10 દર્દીઓ સામાન્ય હાલતમાં છે.મહીસાગરમાં કોરોનાનો કહેર યથાવત, લુણાવાડામાં નવા 3 કેસ નોંધાયા - 3 cases of corona were reported in Lunawada
મહીસાગર જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના કેસની સંખ્યામાં વધારો નોંધાતા આરોગ્ય તંત્રની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં રવિવારે કોરોના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 137 પર પહોંચી છે.
મહીસાગર
મહીસાગર: જિલ્લામાં રવિવારે લુણાવાડામાં 3 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મુખ્ય જિલ્લા અધિકારી ડૉ. એસ.બી. શાહના જણાવ્યા મુજબ અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 137 માંથી 124 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં કોરોનાથી 2 વ્યક્તિના મૃત્યુ થયાં છે. તેમજ અત્યાર સુધી સિઝનલફ્લુ/કોરોનાના કુલ 3652 રિપોર્ટ નેગેટીવ આવ્યા છે અને જિલ્લાના 240 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યાં છે.
જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 1 દર્દી કરમસદ મેડીકલ કોલેજ આણંદ ખાતે, 1 દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, 1 દર્દી ટ્રી કલર હોસ્પિટલ વડોદરા ખાતે અને 7 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ બાલાસિનોર ખાતે સારવાર હેઠળ છે.આમ, જિલ્લામાં કોરોના પોઝિટિવ આવેલા 10 દર્દીઓ સામાન્ય હાલતમાં છે.
Last Updated : Jun 23, 2020, 3:07 PM IST