- સુપર સ્પ્રેડર ગણાતા વેપારીઓ માટે દર પંદર દિવસે કોરોના ટેસ્ટ ફરજીયાત
- RTPCR અને રેપીડ એન્ટીજન ટેસ્ટ મળી 250થી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
- વેપારીઓએ કોરોના ટેસ્ટ કરાવી ગ્રાહકોને કોરોનાથી સુરક્ષિત રાખવા સંકલ્પબદ્ધ થયા
- મોટી સંખ્યામાં વેપારીઓએ કોરોના ટેસ્ટ કરાવી તંત્રના આયોજનને આવકાર્યું
મહીસાગરઃ જિલ્લા મથક લુણાવાડા ખાતે પ્રાંત અધિકારી બ્રિજેશ મોડિયાના માર્ગદર્શનમાં તાલુકા હેલ્થ ઓફિસર જે. કે. પટેલ દ્વારા લગ્નસરાની સિઝનમાં વેપારીઓ અને બજારમાં જોવા મળતા ખરીદદાર વર્ગમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સુપર સ્પ્રેડર ગણાતા વેપારીઓ માટે દર પંદર દિવસે કોરોના ટેસ્ટ ફરજિયાત કરી કોરોના ટેસ્ટિંગ માટે લુણાવાડા નગરમાં જુની મામલતદાર કચેરી પાસે, બારોટવાડા ચોક પાસે અને જબરેશ્વર મહાદેવ મંદિર પાસે કોરોના ટેસ્ટિંગ ડોમ શરુ કરવામાં આવ્યા છે. જેમાં આજે મંગળવારે RTPCR અને રેપીડ એન્ટિજન ટેસ્ટ મળી 250થી વધારે નાગરિકોના અને વેપારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ જામનગરની સુભાષ શાક માર્કેટના 250 જેટલા વેપારીઓના કોરોના ટેસ્ટ કરાયા
વેપારીઓએ કોરોના ટેસ્ટ કરાવી તંત્રના આયોજનને આવકાર્યું
આ કોરોના ટેસ્ટિંગ ડોમમાં મેડિકલ ઓફિસર ડૉક્ટર કલ્પેશ સુથાર, ડૉ. દત્તુ રાવલ, ડૉક્ટર કોમલ પ્રજાપતિ અને તેમની આરોગ્ય ટીમ દ્વારા સઘન કોરોના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રએ વેપારીઓને કોરોના ગાઇડલાઇનના પાલન સાથે વ્યાપાર-ધંધા કરી પોતે કોરોના ટેસ્ટ કરાવી જાતે સુરક્ષિત થવા સાથે પોતાના પરિવાર તેમજ ગ્રાહકોને કોરોના સંક્રમણથી સુરક્ષિત રાખવા અપીલ કરી હતી. મોટી સંખ્યામાં વેપારીઓએ કોરોના ટેસ્ટ કરાવી તંત્રના આયોજનને આવકાર્યું હતું.
આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોના ટેસ્ટ માટે લાંબી કતાર, 10 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવાયા