કચ્છ : ભુજ ખાતે યોજાયેલા વિરાંજલી કાર્યક્રમમાં કચ્છના જેટલા યુવાનો દેશની (Viranjali Program in Kutch) સેનામાં જોડાયા હતા અને યુદ્ધ દરમિયાન શહીદ થયેલા જવાનોના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દેશની સેનામાં સેવા આપેલા અને હાલમાં હયાત જવાનોનું પણ સન્માન (Honoring Soldiers Martyred in Kutch) કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 10,000થી પણ વધુ પ્રેક્ષકો જોડાયા હતા. ઉપરાંત વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરનારા આયોજકોમાં પણ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો.
મલ્ટીમીડીયા વિરાંજલી કાર્યક્રમ યોજાયો - ભારતના વીર સપૂતોની દેશભકિતની અમર કથા વર્ણવતા આ વિરાંજલી કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રસિધ્ધ કલાકારોએ ભુજમાં પર્ફોર્મન્સ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વિરાંજલી કાર્યક્રમ (Viranjali Program in Kutch 2022) ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી પ્રદીપસિંહ વાઘેલા દ્વારા પ્રેરિત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : જામનગરના ભૂચર મોરી શૌર્ય કથામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહભાગી થઈ શહીદોને વિરાંજલી આપી
વીર સપૂતોની અમરકથા - વિરાંજલી કાર્યક્રમમાં અંગ્રેજોના કાર્યકાળની આઝાદી સુધીની સફર નાટ્ય સ્વરૂપમાં (Viranjali Program in Bhuj 2022) પ્રદર્શિત કરવામાં આવી હતી. દેશની આઝાદી માટે શહીદ થયેલા વીર સપૂતોની દેશભક્તિની વાતો રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મર્યાદિત પ્રવેશ હોતા અન્ય લોકોએ કાર્યક્રમના સ્થળોની બહાર જમીન પર બેસીને LED સ્ક્રીન મારફતે પણ કાર્યક્રમ માણ્યો હતો.
આ પણ વાંચો : પાટણ સ્થાપના દિન નિમિત્તે વિરાંજલી કાર્યક્રમ યોજાયો
અધિકારીઓ અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા - આ રંગારંગ કાર્યક્રમમાં કચ્છ કલેકટર, પશ્ચિમ કચ્છ એસ.પી., પ્રભારી પ્રધાન કિર્તીસિંહ વાઘેલા, સાંસદ વિનોદ ચાવડા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ, જીલ્લા પ્રમુખ કેશુ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પારુલ કારા, પ્રભારી ડો.હિતેશ ચૌધરી, ધારાસભ્ય વાસણ આહીર, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતી મહેશ્વરી, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર (Viranjali Natya) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.