ETV Bharat / state

ભુજમાં યોજાયું રાજય યોગ બોર્ડ દ્વારા “યોગ સંવાદ” રિફ્રેશર તાલીમ સત્ર - પતંજલિ યોગપીઠ

ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સ્વસ્થ ભારત અભિયાન ફિટ ઈન્ડિયા સાથે યોગમય વિશ્વ બનાવવાના ભાગરૂપે ગુજરાત સરકાર ગઠિત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા “યોગ સંવાદ” રિફ્રેશર તાલીમ સત્રનું આયોજન ગુજરાતના દરેક જિલ્લાઓમાં થઇ રહ્યું છે. જેના ભાગરૂપે આજે કચ્છ મધ્યે ભુજ નગરપાલિકાના ટાઉનહોલ ખાતે આ યોગ સંવાદ યોજાયો હતો.

ભુજમાં યોજાયું રાજય યોગ બોર્ડ દ્વારા “યોગ સંવાદ” રિફ્રેશર તાલીમ સત્ર

author img

By

Published : Mar 3, 2021, 10:38 PM IST

  • રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભુજમાં યોજાયો કાર્યક્રમ
  • યોગ સંવાદ રિફ્રેશર કોર્સ તાલીમ સત્ર યોજાયું
  • યોગ બોર્ડ ચેરમેન શીશપાલજી રહ્યાં ઉપસ્થિત
    30 દિવસમાં 80 કલાકની યોગ શિક્ષણની તાલીમ આપી યોગ ટ્રેનર્સ/ટીચર્સ તૈયાર કરવામાં આવ્યાં

ભુજ- ગુજરાત સરકાર દ્વારા પુરા ગુજરાતને યોગમય બનાવવા માટે ગુજરાત રાજય યોગબોર્ડની 2019માં રચના કરવામાં આવી હતી. જેના ચેરમેન તરીકે શીશપાજી રાજપૂતની નિમણુક કરવામાં આવી હતી. જેમના દ્વારા પૂરા રાજયમાં યોગ કોચની પસંદગી કરી નિમણુક કરવામાં આવી હતી. યોગકોચ દ્વારા 30 દિવસમાં 80 કલાકની યોગ શિક્ષણની તાલીમ આપી યોગ ટ્રેનર્સ/ટીચર્સ તૈયાર કરવામાં આવ્યાં હતાં. યોગ ટ્રેનર દ્વારા ગુજરાતના દરેક ગામોમાં યોગનું શિક્ષણ આપવામાં આવે છે. આ બધી તાલીમના ભાગરૂપે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન દ્વારા રિફ્રેશર તાલીમ સત્ર “યોગ સંવાદ” નું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરથી શીશપાલજી અને તેમની ટીમે કચ્છના યોગ કોચ, યોગ ટ્રેનર તેમજ યોગ સાધક તેમજ તમામ યોગપ્રેમીઓને માહિતી, માર્ગદર્શન તેમજ તાલીમ આપી હતી.

ઉપસ્થિત રહ્યાં શહેરના અગ્રણીઓ

આ તાલીમ સત્રમાં કચ્છના કલાસ-1 અધિકારીઓ તેમજ યોગ સાથે જોડાયેલા સંસ્થાઓના સાધુસંતો તેમજ ગુરૂજનો તે ઉપરાંત યોગ સાથે જોડાયેલ રાજકીય આગેવાનો તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સર્વમંગલ આરોગ્યધામ અને માતૃછાયા કન્યા વિદ્યાલયના ટ્રસ્ટીઓ, પતંજલિ યોગપીઠ કચ્છ મહિલા પ્રભારી લતાબેન તથા ઇનરવ્હિલ ક્લબ ઓફ ફ્લેમિંગો ભુજ મેમ્બરો ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમમાં કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. યોગ ટ્રેનર બનવા માટે www.gsyb.in પર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે તેવું ભુજના ગુજરાત રાજય યોગ કોચ વિજય શેઠે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.