ETV Bharat / state

Yog Garba at Kutch Border BSF : સુરતના યોગ ગરબા આંતરરાષ્ટ્રીય સરહદે પહોંચ્યા, બીએસએફના જવાનોએ લીધો આનંદ - બીએસએફના જવાનો

કચ્છમાં પાકિસ્તાન સરહદે તંગદિલીભર્યાં માહોલમાં સતત દેશના સીમાડાની સુરક્ષામાં તહેનાત બીએસએફ જવાનો (BSF Gujarat ) માટે યોગ ગરબા (Yog Garba at Kutch Border BSF )યોજાયાં હતાં. સુરતના યોગ ગરબા ટ્રેનર દ્વારા આયોજિત આ યોગ ગરબા કરીને જવાનોએ માનસિક તણાવ દૂર (Stress Buster Program for Jawans )કરવામાં મદદ મેળવી હતી.

Yog Garba at Kutch Border BSF : સુરતના યોગ ગરબા આંતરરાષ્ટ્રીય સરહદે પહોંચ્યા, બીએસએફના જવાનોએ લીધો આનંદ

author img

By

Published : Jan 30, 2023, 4:15 PM IST

યોગ ગરબા કરીને જવાનોએ માનસિક તણાવ દૂર કર્યો

ભુજ સુરતના યોગ ગરબા હવે આંતરરાષ્ટ્રીય સરહદે પહોંચ્યા છે. યોગ ગરબાની ટીમે આજે સવારે બીએસએફના જવાનોને યોગ ગરબા કરાવ્યા હતાં. જેનો લાભ જવાનોએ લીધો હતો અને મનોરંજન મેળવ્યું હતું. બીએસએફના જવાનોએ યોગ ગરબાથી શારીરિક કસરતની સાથે માનસિક તણાવ દૂર કર્યું હતું.

યોગ ગરબામાં માધ્યમથી બીએસએફના જવાનો ઝૂમી ઉઠ્યા : સુરતના યોગ ગરબાના ટ્રેનર એનિષ રંગરેજ દ્વારા ભુજમાં બે સ્થળે યોગ ગરબાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુજના સર્વમંગલ આરોગ્યધામ ખાતે યોગ ગરબાનું મહત્વ અને માર્ગદર્શન તેમજ પ્રેકટિકલ યોગ ગરબા કરવામાં આવ્યા હતા.તો ભુજની બીએસએફની 59મી બટાલિયનમાં જવાનો માટે પણ યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.બીએસએફના જવાનો ગરબાની સાથે યોગ કરીને ઝૂમી ઉઠ્યા હતાં.

આ પણ વાંચો BSF Gujarat: ગુજરાત ફ્રન્ટિયરના આઈજી રવી ગાંધીએ કચ્છના બોર્ડર વિસ્તારની મુલાકાત લઈ સમીક્ષા કરી

બીએસએફના જવાનોએ માણ્યો આનંદ : યોગ ગરબાના ટ્રેનર એનિષ રંગરેજે યોગ ગરબા એ ભારતની સંસ્કૃતિમાંથી બનેલું પ્રોગ્રામ છે. યોગ અને ગરબાનું મિશ્રણ એટલે યોગ ગરબા. બીએસએફના જવાનોને આજે યોગ ગરબા કરાવીને ખૂબ જ સારો અનુભવ રહ્યો.જવાનોએ પણ ખૂબ સારી રીતે યુગ ગરબાનો આનંદ લીધો અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

શારીરિક ફાયદાઓ : નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબા રમતા હોય છે ત્યારે હવે ખેલૈયાઓ ગરબા સાથે યોગા બંને એક સાથે કરી શકે છે તેવું યોગ ગરબા સુરતના યોગ ટ્રેનર દ્વારા જણાવવામાં આવ્યું હતું. યોગ ગરબાના ઈન્વેન્ટર એનિષ રંગરેજે જણાવ્યું હતું કે,યોગ ગરબાથી શારીરિક ફાયદા જેવા કે, શરીર તંદુરસ્ત રહેવું, બ્લડનું સર્ક્યુલેશન બરાબર થવું, સ્નાયુઓ મજબૂત બનવા, શરીર ફ્લેક્સીબલ થવું અને સાથે માનસિક ફાયદા જેવા કે તણાવ મુક્ત જીવન બનાવવું, હકારાત્મકતા આવવી, એકાગ્રતા વધવી, સર્જનાત્મકતા વધવી અને મુખ્યત્વે રોગમુક્ત જીવન બનાવવામાં મદદરૂપ થઇ શકે છે. યોગ ગરબાના નવા કોન્સેપ્ટ દ્વારા લોકો પોતાની કારકિર્દી પણ ઘડી શકે છે અને નવા દ્રષ્ટિકોણ સાથે જીવનને સરળ અને સુખમય પણ બનાવી શકે છે.

આ પણ વાંચો ભારત-પાક બોર્ડર પર BSFની મોટી કાર્યવાહી, જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

યોગ અને ગરબાનું સંયોજન : એનિષ રંગરેજે વધુમાં જણાવ્યું કે, ફીઝીઓથેરાપીસ્ટ, સાયકોલોજીસ્ટ, યોગા ટ્રેનર, ગરબા ટ્રેનર, ડાયેટિશ્યનનો મુખ્ય સહયોગ રહ્યો છે. વિદ્યાર્થીઓ યોગ અને સાથે સાથે ગરબાનો ઇતિહાસ, ફિલોસોફી, વિજ્ઞાન અને જીવનમાં એનું મહત્વ જાણશે. યોગમાંથી આસન, પ્રાણાયામ, ધ્યાન અને ગરબામાંથી ગરબાના અલગ અલગ મૂવમેન્ટ લઈને બંનેના સંયોજન વિશે શીખવવામાં આવી રહ્યું છે.
એનિષ રંગરેજ યોગ ગરબા ટ્રેનર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.